બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિધાનસભાને બોમ્બથી ધમકી કેસ, જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમ શેટ્ટીનો મોટો ખુલાસો

ગુજરાત / વિધાનસભાને બોમ્બથી ધમકી કેસ, જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમ શેટ્ટીનો મોટો ખુલાસો

Published By: Bijal Vyas

Last Updated: 11:39 AM, 18 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આજે વહેલી સવારે મોટી સુરક્ષા ચિંતા ઉભી થઈ છે જ્યારે વિધાનસભાને ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

ગુજરાતમાં આજે વહેલી સવારે મોટી સુરક્ષા ચિંતા ઉભી થઈ છે જ્યારે વિધાનસભાને ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી માહિતી મુજબ સવારે 9 વાગ્યે વિધાનસભાની બેઠક શરૂ થવાની હતી, પરંતુ ધમકી મળતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. તમામ ધારાસભ્યોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા ભવનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. આ ઘટના બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ છે.

પરંતુ આ ધમકીને લઇ અનેક ખુલાસા થઇ રહ્યા છે, સવારે 8.30 વાગ્યે વિધાનસભાના ઈ-મેઈલ ID પર ધમકીભર્યો મેઈલ આવ્યો હતો. અંગ્રેજી ભાષામાં આવેલા આ ઇમેલમાં બપોરે 2 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી. જો કે બોમ્બની ધમકી પર જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમ શેટ્ટીનું નિવેદન છે કે, અગાઉ મળેલી ધમકી સાથે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે 3 બોમ્બ સ્ક્વૉડ દ્વારા સમગ્ર વિધાનસભા પરિસરમાં તપાસ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ધમકી મળતાં જ બોમ્બ સ્ક્વોડની ટીમ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિધાનસભા ભવનમાં સઘન તપાસ શરૂ કરી હતી. સુરક્ષા દળોએ ઈમારતના દરેક ખૂણાની તપાસ કરી અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ધમકીઓ સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. તેથી દરેક પગલું અત્યંત કાળજીપૂર્વક લેવામાં આવી રહ્યું છે. સુરક્ષા તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: ગુજરાતના વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

વિધાનસભાની બેઠક શરૂ થાય તે પહેલાં જ ધારાસભ્યોને રજા આપી દેવામાં આવી હતી. જેના કારણે આજની કાર્યવાહી સ્થગિત રાખવી પડી હતી. આ ઘટનાને કારણે રાજકીય કાર્યક્રમોમાં વિક્ષેપ પડ્યો છે. પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગે ઈમેઈલના સ્ત્રોતની તપાસ શરૂ કરી છે અને કોણે આ ધમકી મોકલી તે શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ બાદ જ વધુ માહિતી આપવામાં આવશે. હાલ સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે પરંતુ સુરક્ષાના તમામ પગલાં વધુ કડક બનાવવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bomb Threat Gujarat Gujarat Vidhansabha

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ