બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: ગુજરાતના વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

આગાહી / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: ગુજરાતના વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

Published By: Priyankka Triveddi

Last Updated: 08:18 AM, 18 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં અચાનક ફેરફાર જોવા મળવાની શક્યતા છે.

Unseasonal Rain Gujarat: રાજ્યમાં હવામાનના માહોલમાં ફરી એકવાર મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બુધવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ બદલાશે. આગામી દિવસોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને 20 માર્ચે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સાંજના સમયે ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે. આ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાઈ શકે છે.

તાપમાનમાં ઘટાડો

હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા બે દિવસમાં અમદાવાદના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન શહેરમાં 8થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા ગરમીમાં થોડો ઘટાડો અનુભવાયો હતો. નિષ્ણાતો મુજબ અફઘાનિસ્તાન વિસ્તારમાં વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. આ સિસ્ટમના કારણે ગાજવીજ સાથે પવનની ઝડપ વધવાની સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: જાહેર હિતમાં કડક પગલું: ગુજરાતમાં 5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત

vtv app promotion

રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં

હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ટ્રફની સિસ્ટમ પણ સક્રિય હોવાથી રાજ્યના વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 20 માર્ચે નલિયા અને ભુજ વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે દાહોદ જિલ્લામાં બપોરથી રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ભારે ઝાપટાં પડવાની શક્યતા છે. અમદાવાદ, પોરબંદર અને ભાવનગર સહિતના શહેરોમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદ અથવા ઝાપટાં પડી શકે છે. આ અચાનક બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પરિસ્થિતિ પર નજર રાખવાની અને જરૂરી સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather update Western Disturbance Unseasonal rain Gujarat

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ