બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમારો પણ PF કપાય છે? તો મળી શકે છે મોટી ખુશખબરી, જાણો શું
Last Updated: 03:05 PM, 15 December 2025
જો તમે પણ નોકરીયાત છો અને તમારું પણ પ્રોવિડન્ટ ફંડ કપાય છે તો તમને હવે ગુડ ન્યૂઝ મળશે. નાણાકીય વર્ષ 2025-26 માટે સરકાર પ્રોવિડન્ટ ફંડના વ્યાજદરમાં વધારો કરવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર પીએફ પર મળતા વ્યાજદરને વધારીને 8.75 ટકા કરી શકે છે. જેનાથી વધારાનો સીધો ફાયદો આઠ કરોડ પીએફ ખાતાધારકોને મળશે.
ADVERTISEMENT

હાલના સમયમાં પ્રોવિડન્ટ ફંડ પર જે વ્યાજ મળે છે તે 8.25 ટકા છે. જે નાણાકીય વર્ષ 2024-25 માટે છે. આ વખતે તેને વધારીને 8.75 ટકા કરવામાં આવી શકે છે. એટલે કે 50 બેસિસ પોઈન્ટનો વધારો થાય છે. આ વધારો થાય તો અમે જણાવીશું કે વ્યાજદરનો કેટલો ફાયદો તમને મળશે.
ADVERTISEMENT
સરકાર દર વર્ષે તમને પીએફ પર મળતા વ્યાજને વાર્ષિક તમારા ખાતામાં ક્રેડિટ કરે છે. આ વખતે આશા છે કે સરકાર ટૂંક સમયમાં વર્ષના વ્યાજને તમારા ખાતમાં ક્રેડિટ કરી શકે છે.માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. વ્યાજદરમાં વધારાની સીધી અસર તમારા પ્રોવિડન્ટ ફંડ પર પડે છે. એટલે તે તમારા ખાતામાં એક રકમ આવે છે. હવે માની લો કે તમારા ખાતામાં પાંચ લાખ રૂપિયા પડ્યા છે તો તમને લગભગ 40થી 42 હજાર રૂપિયાનો સીધો ફાયદો મળશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ BOIથી લઇને ઇન્ડિયન આર્મી સુધી..., આ જ સપ્તાહમાં બંધ થઇ જશે 7 મોટી ભરતીઓ
ADVERTISEMENT
ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની આગામી બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે ત્યારપછી જ વ્યાજદરની મંજૂરી મળશે. આ બેઠકમાં આ વાત પર મહોર લાગશે. કેટલા વ્યાજદર વધશે કેટલો ફાયદો મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.