બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Big news for PPF account holders, now there will be twice as much benefit as before

મોટા સમાચાર / PPF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે થશે પહેલા કરતો બમણો ફાયદો

Published By: Ronak

Last Updated: 12:42 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીપીએફ ખાતાધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા ICAI દ્વારા નાણામંત્રીને બજેટ પહેલા સૂચન આપવામાં આવ્યા છે. જેથી હવે પીપીએફમાં રોકાણની સંખ્યા દોઢ લાખની જગ્યાએ 3 લાખ થાય તેવી સંભવના છે.

  • પીપીએફમાં રોકાણની સંખ્યા વધારી દેવામાં આવશે 
  • દોઢ લાખની જગ્યાએ રોકાણની સંખ્યા 3 લાખ થવાની શક્યતા 
  • ICAI દ્વારા નાણામંત્રીને બજેટ પહેલા સૂચન આપવામાં આવ્યા 

વર્ષ 2022 અને 2023નું બજેટ રજૂ થવામાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે સ્ટેકહોલ્ડર્સથી લઈને રાજ્યના નાણા મંત્રીઓએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણને બજેટને લઈને તેમના થોડાક સૂચન આપ્યા છે. ત્યારે ચાર્ટર એકાઉન્ટેન્ટ સંસ્થા આઈસીએઆઈ દ્વારા પણ નાણામંત્રીને તેમના સૂચન આપવામાં આવ્યા છે. 

ટેક્સપેયર્સ માટે સૌથી સુરક્ષિત સ્કિમ 

ICAI આપેલા સૂચનો પ્રમાણે PPFમાં રોકાણની સંખ્યા હવે દોઢ લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરવા કહેવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે પીપીએફ ડિપોઝિટ સ્કીમમાં નિવેશની લિમિટ વધારવી ઘણીજ જરૂરી છે. કારણકે ટેક્સપેયર્સ માટે આ એક સૌથી સુરક્ષીત અને યોગ્ય રિટર્ન આપવા વાળી સ્કિમ છે. 

પીપીએફમાં રોકાણ વધવાથી GDP ગ્રોથ વધશે 

છેલ્લા ઘણા વર્ષોથી પીપીએફમાં રોકાણની રકમમાં વધારો કરવામાં નથી આવ્યો કે ન તો કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો છે. જેથી ICAIના કહેવા પ્રમાણે પીપીએફમાં રોકાણની સંખ્યા વધારવાથી જીડીપી ગ્રોથ પણ વઘશે. સાથેજ લોકોને પણ ઘણો ફાયદો મળી રહેશે.

20 વર્ષે 1.33 કરોડ મળશે  

આપને જણાવી દઈએ કે જો 20 વર્ષ સુધી કોઈ પણ રોકાણકાર પીપીએફમાં 3 લાખ રૂપિયા ભરશે તો 20 વર્શ બાદ તેને 1.33 કરોડ રૂપિયા રિટર્ન મળશે. હાલ સરકાર દ્વારા પીપીએફ પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવે છે. સાથેજ સરકાર દ્વારા તે વ્યાજની ગેરંટી પણ આપવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Budget PPF Scheme આઈસીએઆઈ પીપીએફ બજેટ 2022 ppf account

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ