Big news came with Gujarat University exam, find out from the area
એક્ઝામ /
ગુજરાત યુનિવર્સિટીની ઑફલાઈન પરીક્ષાની સંભવિત તારીખો થઈ જાહેર, જાણો વિસ્તારથી
Team VTV09:00 PM, 18 Aug 20
| Updated: 09:03 PM, 18 Aug 20
કોરોનાને લઈને અત્યાર સુધી દેશભરમાં ઓફલાઈન શિક્ષણ મોટાભાગે બંધ રહ્યું છે. માર્ચ મહિનામાં લદાયેલા લોકડાઉનના લીધે શિક્ષણ પ્રભાવિત થયું હતું. જયારે ત્યારથી લઈને આજ સુધીમાં ચાલુ વર્ષની પરીક્ષાઓ પણ પૂર્ણ રીતે લેવાઈ શકી નથી. ખાસ કરીને યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષાઓ સંભવ બની શકી નહોતી.
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની સંભવિત તારીખો જાહેર
ઓફલાઈન પરીક્ષાની સંભવિત તારીખો થઈ જાહેર
સ્નાતક, અનુસ્નાતકની 2 તબક્કામાં યોજાઈ શકે છે પરીક્ષા
ગુજરાતમાં રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર થઈ ચુકી છે. મળતી માહિતી અનુસાર આ પરીક્ષા બે તબકકામાં યોજાઈ શકે છે, જેમાં સ્નાતક અને અનુસ્નાતકની 2 તબક્કામાં યોજાશે.
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની સંભવિત તારીખો જાહેર થઇ છે. જે ઓફલાઈન પરીક્ષાની સંભવિત તારીખો જાહેર થઇ છે. સ્નાતક અને અનુસ્નાતકની 2 તબક્કામાં પરીક્ષાઓ યોજાશે.
3 સપ્ટેમ્બરથી અને 12 સપ્ટેમ્બરથી બે તબક્કામાં પરીક્ષીઓ યોજાઈ શકે છે. જાણકારી અનુસાર આ પરીક્ષાનો સમય 3 કલાકના બદલે 2 કલાકનો રહેશે.