બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / big b birthday special these iconic dialogues makes him megastar of the century

મનોરંજન / HBD Big B: મોડી રાત્રે ફેન્સને 'જલસા' બહાર આપી સરપ્રાઇઝ, એવાં ડાયલોગ્સ કે જેને બિગ બીને બનાવ્યા સદીના મહાનાયક

Arohi

Last Updated: 11:16 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Big B Birthday Special: બોલિવુડના શહેંશાહ અમિતાભ બચ્ચન આ વક્ષે પોતાનો 81મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ અવસર પર અમે તમને તેના ખાસ ડાયલોગ્સ વિશે જણાવીએ.

  • આજે છે બીગ બીનો જન્મદિવસ 
  • ફેન્સને 'જલસા' બહાર આપી સરપ્રાઇઝ
  • આ ડાયલોગ્સે બીગ બીને બનાવ્યા મહાનાયક

દિગ્ગજ બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક એમ જ નથી કહેવામાં આવતા. પોતાની એક્ટિંગથી તેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. લોકો આજે પણ અમિતાભના કરિયરની એ શરૂઆતી ફિલ્મોને દિવાના છે જેમાંના કારણે અમિતાભને દેશભરમાં ઓળખ મળી હતી. ખાસ કરીને તે ફિલ્મોના ડાયલોગ આજે પણ લોકોના મનમાં છે. 

ફિલ્મ દીવારથી તેમને 'અંગ્રી યંગ મેન'નો ટેગ મળ્યો 
અમિતાભે પોતાના કરિયારની શરૂઆત ફિલ્મ 'સાત હિંદુસ્તાની' 1969થી કરી હતી. તેમને એક્શન સ્ટાર બનાવનાર ફિલ્મ 'જંજીર' હતી. જે 1973માં રિલીઝ થઈ હતી. જેના બાદ ફિલ્મ દીવારથી તેમને 'અંગ્રી યંગ મેન'નો ટેગ મળ્યો હતો. 

અમિતાભને ઘર ઘરમાં ફેમસ તેમના અવાજે બનાવ્યા હતા. જે આજે પણ કરોડો લોકોના દિલમાં રાજ કરે છે. આજે તેમના બર્થ ડે પર આવો અમુક ડાયલોગ્સને યાદ કરીએ જેમને અમિતાભને સદીના મહાનાયક બનાવી દીધા. 

આજ ખુશ તો બહોત હોંગે તુમ...
ફિલ્મ દીવારનો આ ડાયલોગ આજે પણ લોકોના મનમાં વસેલો છે. આ જમાનાની ઘણી ફિલ્મોમાં અમિતાભના આ ડાયલોગને રીક્રિએટ કરવામાં આવતો હતો. 

ડોન કા ઈંતેઝાર તો ગ્યારાહ મુલ્કોકી પુલિસ કર રહી હૈ...
ફિલ્મ ડોન 1978ના આ ડાયલોગને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. 

કભી કભી મેરે દિવમેં ખયાલ આતા હૈ... 
આ રોમેન્ટિક ડાયલોગ અમિતાભની ફિલ્મ કભી કભી 1976નો છે જેમાં તેમના કો-સ્ટાર રેખા હતા. 

હમ જહાં ખડે હોતે હૈ લાઈન વહીં સે શુરૂ હોતી હૈ...
બિગ બી દ્વારા બોલેલો આ ડાયલોગ આજે પણ ફિલ્મોમાં રીક્રિએટ કરવામાં આવે છે. સાથે જ સામાન્ય લોકોના મોંઢા પર આ ડાયલોગ આજે પણ હોય છે. 

વિજય દીનાનાથ ચૌહાન પૂરા નામ...
ફિલ્મ 'અગ્નિપથ' 1990માં બોલવામાં આવેલો આ ડાયલોગ ત્યારે ખૂબ જ ચર્ચામાં હતો. 

પરંપરા, પ્રતિષ્ઠા અનુશાસન 
ફિલ્મ મોહબ્બતેમાં બોલવામાં આવેલા આ ડાયલોગે અમિતાભની ફેંન ફોલોઈંગને ખૂબ ઉપર સુધી પહોંચાડી દીધી હતી. 

રિસ્તેમેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ નામ હૈ શહંશાહ...
શહંશાહ 1988માં અમિતાભ દ્વારા બોલવામાં આવેલો આ ડાયલોગ આજે પણ તેમની ઓળખાણ છે. આ પાવરફૂલ ડાયલોગે અમિતાભને ફેમસ કરી દીધો. 

દેવિઓ અને સજ્જનો...
'દેવિઓ ઔર સજ્જનો' આ ડાયલોગ અમિતાભ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલ શૉ કોન બનેગા કરોડપતિથી ફેમસ થયો હતો. આ ડાયલોગ આજે અમિતાભની ઓળખ બની ગયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ