બ્રેકિંગ ન્યુઝ
VTV / big announcement on vaccine by adar poonawala
Anita Patani
Last Updated: 01:58 PM, 21 April 2021
ADVERTISEMENT
પ્રાઇવેટ હોસ્પિટલને 600 રૂપિયા પ્રતિ ડોઝ અને રાજ્ય સરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝ વેક્સિન આપવામાં આવશે.
ADVERTISEMENT
ભારત સરકારે હાલમાં જ વેક્સિનેશનના નવા ચરણનું એલાન કર્યુ છે. આ ચરણમાં રાજ્ય સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલ સીધા વેક્સિન નિર્માતાઓ પાસેથી જ વેક્સિન ખરીદશે. હજુ સુધી માત્ર કેન્દ્ર સરકાર જ વેક્સિન ખરીદીને અલગ અલગ રાજ્યોમાં વહેંચી રહી હતી.
કેન્દ્ર સરકારના કહ્યાં અનુસારસ હજુ પણ 50 ટકા વેક્સિન કેન્દ્ર સરકારને મળશે. જ્યારે બાકી 50 ટકા વેક્સિન રાજ્ય સરકાર સીધી વેક્સિન નિર્માતા પાસેથી લઇ શકશે. સાથે જ પ્રાઇવેટ સેક્ટર પણ આવુ કરી શકશે .
સીરમ દ્વારા જાહેર કરેલા ભાવ
સીરમની વેક્સિન અન્ય વેક્સિન કરતા સસ્તી
સીરમ ઇન્સ્ટિટ્યુટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આગલા 2 મહિના માટે મોટા સ્તર પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને વેક્સિન અપાવવામાં આવશે. 4-5 મહિના બાદ વેક્સિનનું પ્રોડક્શન વધવા સાથે જ રિટેલ બજાર પણ છોડી દેવામાં આવશે.
તમને જણાવી દઇએ કે હજુ સુધી ભારત સરકારને સિરમ ઇન્સ્ટિટ્યુટ પાસેથી 200 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી વેક્સિન મળી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા હોસ્પિટલમાં આ વેક્સિન મફતમાં આપવામાં આવી રહી હતી. જ્યારે પ્રાઇવેટ સેન્ટર્સ પર 250 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.
ભારત સરકારે 1 મેથી નવા વેક્સિનેશન ચરણનું એલાન કર્યુ છે તેના અનુસાર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવી શકાશે. સરકારના કહ્યાં અનુસાર 45 વર્ષથી વધુના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે તે ચાલુ જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.