બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / big announcement in august 7th pay commission da hike due da arrears and pf interest rate know more

7th Pay Commission / ઓગસ્ટમાં લાખો સરકારી કર્મચારીઓને મળશે DA Hike સહિત ત્રણ મોટી ભેટ, જાણો શું છે મોદી સરકારની તૈયારીઓ

Arohi

Last Updated: 01:59 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા મહિનાથી જ આશા દર્શાવવામાં આવી રહી હતી કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે DAમાં વધારો કરી શકે છે. હાલ 34 ટકાના દરે કર્મચારીઓને ડીએ મળી રહ્યું છે. સરકારે આ વર્ષે માર્ચમાં 3 ટકા ડીએ વધાર્યું હતું.

  • હાલ 34 ટકાના દરે મળે છે DA 
  • EPFમાં જમા રકમ પર 8.1% વ્યાજદર 
  • લાખો કર્મચારીઓને મળશે મોટી ભેટ 

કેન્દ્ર સરકાર ઓગસ્ટના મહિનામાં પોતાના લાખો કર્મચારીઓને ત્રણ પ્રકારની ભેટ આપી શકે છે. કર્મચારીઓ પોતાના વેતનમાં વધારાને લઈને ઘણા સમયથી આશા રાખીને બેઠા છે. હવે ખબર છે કે સરકાર આવતા મહિને કર્મચારીઓના વેતનમાં વધારાને લઈને બાકી રકમની ચુકવણી કરવા માટે યોજના પર કામ કરી રહી છે. ડીએમાં વધારાની સાથે બાકી ડીએની પણ આવતા મહીને ચુકવણી કરવામાં આવી શકે છે. સાથે જ સરકાર પીએફ પર મળતા વ્યાજની રકમ પણ કર્મચારીઓના ખાતામાં નાખી શકે છે. 

બાકી DAની ચુકવણી 
ખબરોની માનીએ તો સરકાર કેન્દ્રીય કર્મચારીઓના બાકી ડીએની ચુકવણી આવતા મહિને કરી શકે છે. જોકે સરકારની તરફથી હાલ કોઈ પણ પ્રકારનું ઓફિશ્યલ નિવેદન આવ્યું નથી. સરકારી કર્મચારીઓનું જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી કુલ 18 મહિનાનું ડીએ બાકી છે. ખબરોની માનીએ તો કેન્દ્રીય કર્મચારીઓને એક વખતમાં ડોઢથી બે લાખ રૂપિયાના બાકી DA એરિયર મળી શકે છે. કર્મચારીઓ સતત પોતાના બાકી ડીએની ચુકવણીની માંગ કરી રહ્યા છે. 

DAમાં થઈ શકે છે વધારો 
ગયા મહિનાથી જ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. વધતી મોંઘવારીને જોતા હવે કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓના ડીએમાં ઓછામાં ઓછા 4-5 ટરાનો વધારો કરશે. જૂન મહિનામાં પણ રિટેલ મોંઘવારી દર 7 ટકાથી ઉપર રહ્યો હતો. જે રિઝર્વ બેન્કના નક્કી લક્ષ્યથી વધારે છે. આ કારણે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. 

હાલ 34 ટકાના દરથી કર્મચારીઓને ડીએ મળી રહ્યું છે. સરકારે આ વર્ષે માર્ચમાં 3 ટકા ડીએ વધાર્યું હતું. સતત વધતી મોંઘવારીની વચ્ચે સરકાર કર્મચારીઓને ખુશખબરી આપી શકે છે. જો સરકાર ડીએમાં વધારો કરે છે તો 50 લાખથી વધારે કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને તેનો ફાયદો મળશે. 

મળી શકે છે PFનું વ્યાજ
સરકારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં જમા રાશિ પર મળતા વ્યાજદર પોતાની મોહર લગાવી ચુક્યા છે. નાણાકીય વર્ષ 2021-22 માટે EPF પર 8.01 વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં PF પર 8.5% વ્યાજ મળી રહ્યું હતું. 

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર જુલાઈમાં કર્મચારીઓના ખાતામાં પીએફના વ્યાજના પૈસા નાખી શકે છે. નોકરીયાત લોકોની બેસિક સેલેરીના 12 ટકા ભાગ EPFમાં જમા થઈ જાય છે. તમે પાતાની જમા રાશિની જાણકારી ઉમંગ એપ, ઈપીએફઓ સદસ્ય ઈ-સેવા પોર્ટલ SMS અથવા મિસ્ડ કોલના માધ્યમથી મેળવી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

7th pay commission 7મું પગાર પંચ big announcement da hike મોદી સરકાર 7th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ