બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhuwas unearthed in Anandpar, Kalavad, Jamnagar

કાર્યવાહી / અંધશ્રદ્ધા: ડાકલાની રમઝટ સાથે સ્મશાનના ખાટલે ભુવાઓએ કરી વિધિ, જામનગરમાં 4 ભુવાઓની ધરપકડ

Dinesh

Last Updated: 11:50 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર જિલ્લામાં 4 ભુવાઓનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો, ગામના સ્મશાનના ખાટલે ભુવાઓએ માથે ઓઢીને સ્મશાનના ખાટલે વિધિ-વિધાન પણ કરી હોવાનું સામે આવ્યું છે

  • જામનગરના કાલાવડના આણંદપરમાં ભુવાઓનો પર્દાફાશ
  • જામનગર જિલ્લામાં 4 ભુવાઓનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો
  • કાલાવડ ગ્રામ્ય પોલીસની મદદથી જાથાની ટીમ બનાવસ્થળે ત્રાટકી 

 

વર્તમાનમાં ડિજીટલ યુગ છે તેમજ દરેક વાત પાછળ સાબિતીની જરૂર પડે છે ત્યારે પણ કેટલાક લોકો અંધશ્રધ્ધાના અંધકારમાં ડૂબી જાય છે તેમજ અંધશ્રધ્ધાના રસ્તે ધકેલાઈ જાય છે. જામનગરના કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે આણંદપરમાં ચાર જેટલા ભુવાઓનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે.

ડાકની રમઝટ બોલાવી વિચિત્ર રીતે ભુવાઓ ધુણ્યા હતાં
જામનગર જિલ્લામાં 4 ભુવાઓનો વિજ્ઞાન જાથા પર્દાફાશ કર્યો છે. કાલાવડ ગ્રામ્ય પોલીસની મદદથી વિજ્ઞામ જાથાની ટીમ ઘટનાસ્થળે ત્રાટકી હતી. સમગ્ર મામલે વાત કરીએ તો ટંકારીયા પરિવારનું 200 વર્ષ જૂનું આણંદપરમાં  માતાજીનું મઢ છે.  જ્યાં કેટલાક પરિવાર દ્વારા ભુવા સ્થાપવાની કામગીરી માટે ધાર્મિક કાર્ય રાખવામાં આવ્યા હતો. જેને લઈ સમાજના જાગૃત આગેવાનોએ આ વિધિનો વિરોધ કર્યો હતો. ભુવા સ્થાપવાની સાથે ડાકની રમઝટ બોલાવી વિચિત્ર રીતે ભુવાઓ ધુણ્યા હતાં.

પોલીસે 5 લોકો સામે કાર્યવાહી હાથ ધરી
ગામના સ્મશાનના ખાટલે ભુવાઓએ માથે ઓઢીને સ્મશાનના ખાટલે વિધિ-વિધાન કરી હોવાના પણ વીડિયો સામે આવ્યા છે.  ભય, દહેશતનો માહોલ સર્જયો હતો તેમજ નબળા મનના લોકો માટે માનસિક ઈજાનું કામ તેમણે કર્યું હતું. આણંદપર ગામમાં વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે 5 લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ