ગૃહમાં શિક્ષણમંત્રી ભુપેંદ્રસિહ ચુડાસમાએ કરી જાહેરાત
ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને પણ મળશે લાભ
રાજ્યની યુનિ.-સંલગ્ન કોલેજોના સ્ટાફ માટે સારા સમાચાર સામે આવ્યા છે. યુનિ-સંલગ્ન કોલેજોના શૈક્ષણિક સ્ટાફ માટે ખુશીના સમાચાર છે. યુનિ-કોલેજોના શૈક્ષણિક સ્ટાફને 7માં પગાર પંચનો લાભ મળશે.
શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિહ ચુડાસમાએ કરી જાહેરાત
ગુજરાત વિધાનસભાના ગૃહમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને પણ લાભ મળશે. 50% એરિયર્સ રાજ્ય સરકાર દ્વારા ચૂકવી આપવામાં આવશે.
કર્મચારીઓ દ્વારા કરાઈ રહી હતી માંગ
સાતમાં પગારપંચની માંગ છેલ્લા કેટલાય સમથી સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હતી. આ અંગે ધરણા પણ કરવામાં આવ્યો હતા અને સરકાર સામે રજૂઆતો પણ કરવામાં આવી હતી.