બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Bhiwani case: Accused's mother claims- Police kicked pregnant daughter-in-law's stomach, child died in womb itself

ભિવાની કાંડ / રાજસ્થાન પોલીસે આરોપીની પત્નીનો માર્યો ધક્કો, નવજાતનું થયું મોત: મુસ્લિમો યુવકોને સળગાવવાના કેસમાં નવો વળાંક

Megha

Last Updated: 10:55 AM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપીના પરિવારનું કહેવું છે કે જ્યારે ઘરે દરોડા પાડ્યા ત્યારે પોલીસકર્મીઓએ તેની સગર્ભા પુત્રવધૂને માર માર્યો અને તેના પેટ પર લાત મારી હટી જેના કારણે બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું છે.

  • હરિયાણાના ભિવાનીમાં બળેલી બોલેરોમાં બે મૃતદેહ મળી આવ્યા હતા
  • મૃતકના પરિજનોએ બજરંગ દળના કાર્યકરો પર આરોપ લગાવ્યો 
  • રાજસ્થાન પોલીસે આરોપીની પત્નીનો માર્યો ધક્કો, નવજાતનું થયું મોત

16 ફેબ્રુઆરીએ હરિયાણાના ભિવાનીમાં લોહારુના બરવાસ ગામ પાસે બળેલી બોલેરોમાં બે મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ નાસિર (25) અને જુનૈદ (35) તરીકે થઈ છે. બંને રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હતા. મૃતકના પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે બજરંગ દળના કાર્યકરો મોનુ માનેસરે તેના સાથીઓ સાથે મળીને બોલેરો સાથે તેમને જીવતા સળગાવી દીધા હતા.

રાજસ્થાન પોલીસ પર ખૂબ જ સનસનાટીભર્યા આરોપો લગાવ્યા 
જણાવી દઈએ કે ભિવાની ઘટનાના આરોપીઓને પોલીસ શોધી રહી છે અને સર્ચ ઓપરેશન દરમિયાન અનેક એવા સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી વચ્ચે હવે રાજસ્થાન પોલીસ પર ખૂબ જ સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે.  મળતી માહિતી મુજબ આ આરોપ ભિવાની ઘટનાના આરોપી શ્રીકાંત પંડિતની માતાએ લગાવ્યો છે. એમના કહેવા પ્રમાણે પોલીસે જ્યારે તેના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે પોલીસકર્મીઓએ તેની સગર્ભા પુત્રવધૂને માર માર્યો અને તેના પેટ પર લાત મારી હટી જેના કારણે બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું છે.  હરિયાણા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે શ્રીકાંત પંડિત મોનુ માનેસરના ગાય સંરક્ષણ જૂથના સભ્ય છે અને જે બે લોકોને જીવતા સળગાવવાના આરોપોનો સામનો કરી રહ્યા છે. 

પોલીસકર્મીઓ  ઘરમાં હાજર લોકોને માર માર્યો 
શ્રીકાંતની માતા દુલારી દેવીની ફરિયાદ મળી છે, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિશે પોલીસ અધિકારી સિંગલાએ જણાવ્યું કે દુલારી દેવીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 17 ફેબ્રુઆરીએ રાજસ્થાન પોલીસની ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો. ટીમમાં 40થી વધુ પોલીસકર્મીઓ સામેલ હતા. પોલીસકર્મીઓ બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયા અને તેની પૂછપરછ કરવા લાગ્યા. પરિવારના સભ્યોને શ્રીકાંતના ઠેકાણા વિશે પૂછવામાં આવ્યું અને ઘરમાં હાજર લોકો સાથે મારપીટ કરી.

પોલીસકર્મીઓએ સગર્ભા પુત્રવધૂને પેટ પર લાત મારી હતી
દુલારી દેવીએ જણાવ્યું કે રાજસ્થાન પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેનો પુત્ર ઘરે નથી. આ જવાબ પછી પોલીસકર્મીઓએ કમલેશ અને તેની સગર્ભા પુત્રવધૂને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું હતું અને એ સાથે જ અપશબ્દો અને માર માર્યા બાદ પોલીસકર્મીઓ દુલારી દેવીના બે પુત્રો વિષ્ણુ અને રાહુલને પોતાની સાથે લઈ ગયા. ત્યારથી પરિવારને તેના વિશે કોઈ માહિતી નથી. વધુમાં જણાવ્યું કે તેમની પુત્રવધૂની પ્રેગ્નન્સીના 9 મહિના પૂરા થયા છે હતા પણ પૂછપરછ કરતા પોલીસકર્મીઓએ તેને પેટ પર લાત મારી હતી. આ પછી તેને પેટમાં ભારે દુખાવો થવા લાગ્યો. તેને નજીકની મંડી ખેડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યાં તેનો બાળક મૃત જન્મ્યો હતો. 

દુલારી દેવીએ રાજસ્થાન પોલીસના કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો કે, હરિયાણા પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે પરિવારે પોસ્ટમોર્ટમ કર્યા વિના બાળકના મૃતદેહને દફનાવી દીધો હતો. આવી સ્થિતિમાં પરિવારના દાવાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ