બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / માત્ર દિલ્હી નહીં, સામે આવ્યું અમદાવાદ કનેક્શન, SMCએ જપ્ત કર્યા ડિજિટલ પુરાવા

અપડેટ / માત્ર દિલ્હી નહીં, સામે આવ્યું અમદાવાદ કનેક્શન, SMCએ જપ્ત કર્યા ડિજિટલ પુરાવા

Published By: Jinal Chauhan

Last Updated: 09:55 AM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના નકલી દારૂકાંડમાં તપાસનો રેલો હવે અમદાવાદ સુધી પહોંચ્યો છે. દિલ્હીથી આવેલા પાર્સલનું સરખેજ કનેક્શન સામે આવતા SMCએ ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે અને સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.

ભાવનગરમાં નકલી દારૂકાંડને લઈને તપાસમાં વધુ એક મહત્વનું કનેક્શન સામે આવ્યું છે. અત્યાર સુધી દિલ્હીથી પાર્સલ મંગાવવામાં આવ્યું હોવાની વાત સામે આવી હતી. હવે તપાસમાં અમદાવાદના સરખેજનું કનેક્શન પણ સામે આવ્યું છે. બીજી તરફ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.મળતી માહિતી મુજબ દિલ્હીથી સફેદ લિક્વિડ, બોટલ, ઢાંકણ સહિતનું પાર્સલ અમદાવાદના સરખેજમાં આવેલા ટ્રાન્સપોર્ટ પર આવ્યું હતું. બે લોકોએ ટ્રાન્સપોર્ટમાંથી આ પાર્સલ મેળવ્યું હતું અને ત્યારબાદ અમદાવાદથી પાર્સલ લઈને ભાવનગર પહોંચ્યા હતા. SMCએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સરખેજથી લેવાયું હતું પાર્સલ

તપાસમાં સામે આવ્યું છે કે નકલી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું સફેદ લિક્વિડ, બોટલ અને ઢાંકણ સહિતનું પાર્સલ દિલ્હીથી મોકલવામાં આવ્યું હતું. આ પાર્સલ અમદાવાદના સરખેજમાં આવેલા ટ્રાન્સપોર્ટ પર પહોંચ્યું હતું. બે આરોપીઓએ ટ્રાન્સપોર્ટ પરથી પાર્સલ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ પાર્સલ લઈને ભાવનગર ગયા હતા.

SMCએ ડિજિટલ પુરાવા જપ્ત કર્યા

સમગ્ર કેસની તપાસ SMC પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા CCTV ફૂટેજ સહિતના ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ પુરાવાના આધારે પાર્સલ કોણે મોકલ્યું હતું અને તેને કોણે મેળવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. જરૂર જણાય તો ટ્રાન્સપોર્ટ વિરુદ્ધ પણ ગુનો નોંધાઈ શકે છે.

દિલ્હી બાદ અમદાવાદ કનેક્શનની તપાસ

નકલી દારૂનું પાર્સલ દિલ્હીથી અમદાવાદ અને ત્યારબાદ ભાવનગર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હવે સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ કરવામાં આવી રહી છે. દારૂ ક્યાંથી આવ્યો હતો, કોણ સપ્લાયર હતો અને સફેદ લિક્વિડમાં મિશ્રણ ક્યાં કરવામાં આવ્યું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ સપ્ટેમ્બરથી મોંઘી થઇ જશે આ ગાડીઓ, ખરીદતા પહેલા જાણી લો ન્યૂ કિંમત

ભાવનગર દારૂકાંડ હાઈકોર્ટ પહોંચ્યો

ભાવનગરના નકલી દારૂકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે. એડવોકેટ નીતિન ગાંધી દ્વારા કરાયેલી અરજીમાં સમગ્ર મામલે નિવૃત્ત જજની આગેવાની હેઠળ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટ આ મામલે સુઓમોટો લઈને કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી છે.

સપ્લાયરથી લઈને મિશ્રણ સુધી તપાસની માંગ

અરજીમાં નકલી દારૂ ક્યાંથી આવ્યો હતો અને તેનો સપ્લાયર કોણ હતો તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સફેદ લિક્વિડ ક્યાંથી લાવવામાં આવ્યું અને તેમાં મિશ્રણ ક્યાં કરવામાં આવ્યું તેની પણ તપાસ કરવાની માગ છે. હવે SMCની તપાસ અને હાઈકોર્ટમાં થયેલી અરજીને કારણે સમગ્ર કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Connection Gujarat High Court Bhavnagar Fake Liquor Case

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ