બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Bhankara that will cause severe drought in Navsari, Valsad, Surat due to raging water, see pictures

સાર્વત્રિક જળબંબાકાર / પાણીના પ્રકોપથી નવસારી, વલસાડ, સુરતમાં હાહાકાર, લીલો દુકાળ પડશે તેવા ભણકારા, જુઓ તસવીરો

Vishal Khamar

Last Updated: 09:26 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદનો ચોથા રાઉન્ડ ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ડેમ તેમજ નદી નાળા છલકાયા છે. તો કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

  • સુરત જીલ્લામાં બારડોલી અને મહુવા તાલુકામાં ભારે વરસાદ
  • મહુવામાં 13 ઇંચ અને બારડોલી તાલુકામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો
  • મહુવાની અંબિકા અને ઓલણ નદીમાં પાણીની ભારે આવક

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત સહિના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે નવસારીમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. કાલિયાવાડ. જુનાથાણા સહિતના વિસ્તારમાં લોકોના ઘરો તેમજ મંદિરમાં પાણી ઘુસી જતા ભારે હાલાકી થઇ રહી છે. વરસાદના વિરામ બાદ પણ હજુ પાણી ન ઓસરતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે જ્યારે પૂર્ણા નદી ભયજનકસપાટી વટાવે છે ત્યારે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. 

પ્રાંત અધિકારી જનમ ઠાકોરે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત
સુરત જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. ત્યારે બારડોલી અને મહુવા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. મહુવામાં 13 ઈંચ અને બારડોલી તાલુકામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પ્રાંત અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ભારે વરસાદને કારણે બારડોલીની મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. મહુવાની અંબિકા અને ઓલણ નદીમાં પાણીની ભારે આવક થઈ હતી. નદીનાં જળસ્તર વધતા અનેક માર્ગો બંધ થયા હતા. ત્યારે સાવચેતીનાં ભાગરૂપે અનેક માર્ગો બંધ થયા હતા. લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા  અપીલ કરાઈ હતી. તેમજ કામ વગર બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી. 

કોઝવે પર પાણી ફરી વળતા 10થી વધુ ગામનો સંપર્ક કપાયો 
સુરતનાં મહુવામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદનાં લીધે નદીઓ ગાંડીતૂર બની હતી. ભગવાનપુરાથી સાંબા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે કોઝવે પર પાણી ફરી વળતા 10 થી વધુ ગામનો સંપર્ક કપાયો હતો. ચાલુ વર્ષે વરસાદની સીઝનમાં 5 વખત કોઝવે પણ પાણી ફરી વળ્યું હતું. 

વરસાદની આગાહીને પગલે દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ
દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક મેઘ મહેર થતા દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી સેલવાસનો રિવરફ્રન્ટ બંધ કરાયો છે. સેલવાસ રિવરફ્રન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ મધુબન ડેમમાં હાલ 1 લાખ કરતા વધુ ક્યુસેક પાણીના આવક થવા પામી છે. વરસાદની આગાહીને પગલે દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ તમામ શાળા-કોલેજોમાં ભારે વરસાદનાં કારણે રજા જાહેર કરવામાં આવી છે. 

વાંસદા, કાલિયાવાડી -જુનાથાણ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી
નવસારીમાં ગતરોજથી ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં વાંસદા, કાલિયાવાડી, જુનાથણ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદનાં કારણે પાણી ભરાયેલ વિસ્તારોના ડ્રોન વીડિયો સામે આવ્યા હતા. પૂર્ણા નદી બે કાંઠે વહેતી થતા નવસારી હાઈવે પાણીમાં ડૂબ્યો હતો. 

નવસારીના  3 હજાર લોકો ને સ્થળાંતરિત કરાયા.
નવસારી જીલ્લાનાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ નિર્ણાણ થઈ હતી.  પુર્ણા અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં વધારો થયો હતો. હાઈ ટા ઈડ હોવાનાં કારણે પૂર્ણા નદીનાં જળસ્તરમાં વધારો થયો હતો. પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી હતી. નવસારીનાં 3 હજાર લોકોને સ્થળાંતરિત કરાયા હતા.

2500 અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડાયા 
નવસારીની પૂર્ણા નદીમાં પૂર આવતા શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે વહીવટી તંત્ર દ્વારા 2500 જેટલા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નગરપાાલીકાની ટીમે ફ્રૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી. શહેરનાં રામજી મંદીરમાં અસરગ્રસ્તો માટે સુવિધા કરવામાં આવી હતી. 

કોઝવે પરથી પાણી પસાર થતા વાહનવ્યવહાર ઠપ
સુરતનાં બારડોલીમાં વહેતી મીંઢોળા નદીનાં પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. રામજી મંદિરની બાજુમાં આવેલો લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. કોઝવે પરથી પાણી પસાર થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. સાવચેતીનાં ભાગરૂપે ફાયર વિભાગે લોકોને એલર્ટ કર્યા હતા. જીવનાં જોખમે કોઝવે પરથી પસાર ન થવા સૂચના આપી હતી. ફાયર વિભાગે તેમજ પોલીસનો કાફલો લો લેવલ બ્રિજ પર તૈનાત કરાયો હતો.

150થી વધુ ઘરોમાં ઘૂસ્યા મીંઢોળા નદીના પાણી
સુરતમાં ધોધમાર વરસાદને લઈ બારડોલી જળબંબાકાર થઈ ગયું હતું. શહેરનાં તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદીના પાણી ઘુસ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકશાન થયું હતું. પશુધન, ઘાસચારો સહિતનાં સામાનને મોટું નુકશાન થયું હતું. ભારે વરસાદને લઈ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. 150 થી વધુ ઘરોમં મીંઢોળા નદીનાં પામી ઘૂસ્યા હતા. મીંઢોળા નદીની જળસપાટીમાં સતત વધારો થતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. 

મધર ઈન્ડીયા ડેમ છલકાતા આહ્લાદક દૃશ્યો સર્જાયા
સુરતનો ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમ છલકાયો હતો. મહુવાનાં ઉમરા ખાતે આવેલો મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થયો હતો. ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. મધર ઈન્ડિયા ડેમ છલકાતાત આહ્લાદક દ્રશ્યો સર્જાય હતા. ડેમનાં આહ્લાદક દ્રશ્યો જોવા સહેલાણીઓ ઉમટ્યા હતા. ચોમાસામાં આ ડેમ સોળે કળાએ ખીલી ઉઠે છે. ડેમનાં આહ્લાદક દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. 

અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકારને સહાયની કરાઇ માગ
વલસાડ જીલ્લાનાં કપરાડામાં ભારે વરસાદથી તારાજી સર્જી હતી. પુરનાં પાણી ઓસર્યા બાદ કપરાડામાં તારાજીનાં દ્રશ્યો સર્જાયા હતા. નદી કિનારાનાં આસપાસનાં ખેતરોમાં પાકનું ધોવાણ થયું હતું. સિલધા ગામે અનેક ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે. ફળદ્રુપ જમીનનું ભારે ધોવાણ થતા ખેડૂતોને મોટું નુકશાન થયું હતું. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકારને સહાયની માંગ કરાઈ હતી. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ