ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 1,00,000 થી વધુ ગ્રાહકોએ ખરીદી આ કંપનીની ઈલેક્ટ્રિક બાઈક, વાર્ષિક વેચાણમાં 104 ટકાનો બમ્પ૨ ઉછાળો

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / 1,00,000 થી વધુ ગ્રાહકોએ ખરીદી આ કંપનીની ઈલેક્ટ્રિક બાઈક, વાર્ષિક વેચાણમાં 104 ટકાનો બમ્પ૨ ઉછાળો

Last Updated: 11:22 PM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

BGouss એ ભારતીય બજારમાં 1,00,000 થી વધુ ઈલેક્ટ્રિક સ્કૂટર વેચવાનો માઇલસ્ટોન પાર કર્યો છે, જેમાં 2026 માં 104 ટકાનો વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો છે.

1/5

photoStories-logo

1. 1,00,000 થી વધુ ગ્રાહકોએ ખરીદી આ કંપનીની ઈલેક્ટ્રિક બાઈક, વાર્ષિક વેચાણમાં 104 ટકાનો બમ્પ૨ ઉછાળો

ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક સ્કૂટરોની માંગ અને ગ્રાહકોના વિશ્વાસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો હવે પરંપરાગત વાહનોને બદલે ઈલેક્ટ્રિક વાહનો તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, જેની સીધી અસર વેચાણના આંકડા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક બ્રાન્ડ BGouss એ 1 લાખ યુનિટ્સના કુલ વેચાણનો મહત્વપૂર્ણ આંકડો વટાવી લીધો છે. કંપનીએ પોતાના આંકડા જાહેર કરતાં જણાવ્યું છે કે તેણે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું સફળતાપૂર્વક વેચાણ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અત્યાર સુધીમાં કુલ 1,00,595 યુનિટ્સનું વેચાણ કર્યું

આ આંકડા રિટેલ સેલ્સના છે. મુંબઈ સ્થિત આ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટઅપે ઓગસ્ટ 2022 માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો અને 9 નવેમ્બર 2026 ના રોજ 1 લાખ વાહનોના વેચાણનો માઇલસ્ટોન પાર કરી લીધો છે. કંપનીએ અત્યાર સુધીમાં કુલ 1,00,595 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જો માત્ર વર્ષ 2026 ની વાત કરવામાં આવે તો કંપનીએ આ સિંગલ કેલેન્ડર વર્ષમાં જ 41,849 યુનિટ્સનું વેચાણ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. વેચાણમાં 104 ટકાનો જંગી વધારો નોંધાયો

આનો અર્થ એ થયો કે બ્રાન્ડના અત્યાર સુધીના કુલ વેચાણમાં વર્ષ 2026 નો હિસ્સો આશરે 42 ટકા જેટલો મોટો છે. ગયા વર્ષની સરખામણીએ આ વેચાણમાં 104 ટકાનો જંગી વધારો નોંધાયો છે. વર્ષ 2025 ના અંતમાં બીગૌસ ભારતીય બજારની 7મી સૌથી વધુ વેચાણ ધરાવતી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની હતી અને આ આખા વર્ષ દરમિયાન કંપની ટોચની 10 કંપનીઓની યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.છેલ્લા ચાર મહિનાથી કંપની સતત દર મહિને 5,000 યુનિટ્સથી વધુનું વેચાણ કરી રહી છે. જુલાઈ મહિનામાં કંપનીએ 5,560 ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચ્યા હતા. જ્યારે ઓગસ્ટમાં 5,046 યુનિટ્સ, સપ્ટેમ્બરમાં 5,024 યુનિટ્સ અને ઓક્ટોબરમાં 5,556 યુનિટ્સનું વેચાણ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 50 હજાર યુનિટ્સના વાર્ષિક વેચાણનો આંકડો પાર કરે તેવી શક્યતા

ચાલુ વર્ષના અંત સુધીમાં કંપની 50 હજાર યુનિટ્સના વાર્ષિક વેચાણનો આંકડો પાર કરે તેવી પૂરી શક્યતા છે. જો આમ થશે તો કંપની પ્રથમ વખત વાર્ષિક 50 હજાર યુનિટ્સ વેચવાની સિદ્ધિ મેળવશે. જોકે, બજારમાં 7મા કે 8મા ક્રમથી ઉપર આવીને આગળ વધવા માટે કંપનીએ પોતાના વેચાણના પ્રદર્શનમાં વધુ સુધારો કરવો પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કિંમત 1.60 લાખ રૂપિયા રાખવામાં આવી

આ માટે કંપનીએ દર મહિને ઓછામાં ઓછું 7,000 યુનિટ્સનું માસિક વેચાણ સતત જાળવી રાખવું જરૂરી રહેશે. પોતાના પોર્ટફોલિયોને વધુ મજબૂત કરવા માટે બ્રાન્ડે તાજેતરમાં જ BGouss C12 MAXR લોન્ચ કર્યું છે, જે કંપનીનું સૌથી શક્તિશાળી અને પ્રીમિયમ ઉત્પાદન છે. આ સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1.60 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AutoNews EVSales BGouss
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ