બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / betel leaf can cure your skin problems

તમારા કામનું / એક જ રાતમાં પિંપલ્સ ગાયબ કરી શકે છે આ એક પાંદડું, ચહેરા પર નેચરલ ગ્લો લાવવામાં પણ કારગર

Khevna

Last Updated: 12:38 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર એક રાતમાં પિમ્પલ્સ દૂર કરી શકે છે પાનનું પત્તું, ચહેરા પર ચમક લાવવાની સાથે સાથે ઘણી સ્કીન પ્રોબ્લેમનો છે ઈલાજ.

  • ચહેરા પરથી પિમ્પલ્સ થઇ જશે ગાયબ 
  • રંગ નિખારવાનું કરે છે કામ 
  • દાગ ધબ્બાને પણ કરે છે દૂર 

જમ્યા બાદ પાન ખાવાનો શોખ તો ઘણા લોકોને હોય છે, પાન મોંના સ્વાદને વધારી દે છે. પરંતુ શું તમને ખબર છે કે આ સ્કીન માટે કેટલું ફાયદામંદ છે. જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પાન ઘણા બીજા ઉપયોગમાં આવે છે. સ્વાસ્થ્યની સાથે સાથે આ સુંદરતા વધારવામાં પણ મુખ્ય ભૂમિકા નિભાવે છે. ઘણી છોકરીઓની સુંદરતાનું રહસ્ય છે પાનના પત્તા. જો તમે અત્યાર સુધી તેને પોતાના સ્કીન કેર રૂટીનમાં શામેલ નથી કર્યું તો જરૂર કરી લો. આના લાજવાબ ઔષધીય ગુણ તમારી સ્કીનની ચમક વધારવાની સાથે-સાથે દાગ ધબ્બાઓને પણ દૂર કરી શકે છે. 

આજ કાલ સ્કીન પ્રોબ્લમ્સ દરેકને હોય જ છે. શારીરિક મુશ્કેલીઓ, વર્ક લોડ, ટેન્શન, ખરાબ લાઈફસ્ટાઈલ જેવા ઘણા એવા કારણો છે જેથી સ્કીન સાથે જોડાયેલ તકલીફો શરુ થઇ જાય છે. આ તકલીફો તમારી સ્કીનમાંથી નેચરલ ગ્લો ચોરી લે છે. શારીરિક તકલીફો ઠીક થયા બાદ પણ સ્કીન પર ગ્લો જલ્દી આવવાનું નામ પણ નથી લેતો. આવામાં તમને અમુક એવી વસ્તુઓનો વપરાશ કરવાની જરૂર છે, જેનો ફાયદો જલ્દી જોઈ શકાય. એમાંની જ એક છે પાનનું પત્તું, જેને તમે એક નહિ પરંતુ ઘણા પ્રકારથી ઉપયોગમાં લઇ શકો છો. 

ચહેરા પરથી પિમ્પલ્સ થઇ જશે ગાયબ 
પાનમાં એન્ટી-ઇફ્લેમેટરી તથા એન્ટી-બેક્ટીરિયલ ગુણ હોય છે, જે પિમ્પલ્સ દૂર કરવામાં અસરદાર માનવામાં આવે છે. આ માટે તમે અમુક પાનના પત્તા લો તથા તેને પીસીને પેસ્ટ બનાવી લો. હવે તેમાં 2 ચુટકી હળદર તથા એલોવેરા જેલ મિક્સ કરી દો. હવે તેને પોતાના ચહેરા પર લગાવો તથા 20 મિનિટ સુધી છોડી દો. રાત્રે એકવાર ફરી આ પેસ્ટને પિમ્પલ્સવાળી જગ્યા પર લગાવીને છોડી દો. 20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો. પિમ્પલ્સ દબવા લાગશે. 

રંગ નિખારવાનું કરે છે કામ 
પાનના પત્તાનું ફેસ પેક ઘણા પ્રકારથી ઉપયોગમાં લઇ શકાય છે. રંગત નિખારવા માટે આ પેસ્ટમાં 1 ચમચી ચોખાનો લોટ મિક્સ કરી દો. તેને પોતાના ચહેરા પર લગાવો તથા હલકું ડ્રાય થવા દો. જેવું ડ્રાય થવા લાગે, પોતાના હાથને ભીના કરીને સર્ક્યુલર મોશનમાં મસાજ કરવાનું શરુ કરી દો. જણાવી દઈએ કે આ પ્રક્રિયા ફેસ પેક લગાવ્યા બાદ કરવાની છે. 4 થી 5 મિનિટ સુધી સ્ક્રબ કર્યા બાદ ફેસ પેકને નોર્મલ પાણીથી ક્લીન કરી લો. 4 થી 5 દિવસમાં તમને ફરક ખુદ જ દેખાવા લાગશે. 

પાનના પત્તાના પાણીનો ઉપયોગ
મોર્નિંગ તથા નાઈટ સ્કીન કેર રૂટીનને શરુ કરતા પહેલા પાનનાં પત્તાનાં પાણીથી પોતાનો ચહેરો ધોઈ લો. આ માટે સૌથી પહેલા આપ એક મોટા વાસણમાં પાણી ગરમ થવા માટે રાખી દો. હવે તેમાં 5 થી 6 પાનાના પત્તા નાંખો તથા પાણીને લીલું ન થાય ત્યાં સુધી ઉકાળો. જ્યારે તે સારી રીતે ઉકળી જશે ત્યારે ગેસ ઓફ કરો તથા પાણી ગાળી લો. જ્યારે આ પાણી હલકું ગરમ થાય ત્યારે તેનાંથી પોતાનો ચહેરો સાફ કરજો.  ચહેરો સાફ કર્યા બાદ, ટુવાલથી ટેપ કરી કરીને ક્લીન કરજો. તમે ઈચ્છો તો આ કામ રોજ કરી શકો છો. 

શું સ્કીન પર ખંજવાળ આવે છે?
ખંજવાળની સમસ્યા કોઈ પણ સીઝનમાં શરુ થઇ શકે છે. આવામાં નહાવાના ગરમ પાણીમાં પાનના પત્તા મિક્સ કરી દો. થોડી વાર રાહ જુઓ જ્યારે પાણી થોડું ઠંડુ થાય તો તેમાંથી પાનના પત્તાને કાઢી લો તથા હવે આ પાણીથી સ્નાન કરો. જો માત્ર હાથ તથા પગમાં ખંજવાળ આવે છે તો પાણીને અલગથી ગરમ કરો તથા તેમાં 6 થી 7 પાનના પત્તાઓ મિક્સ કરો. જયારે તે સારી રીતે ઉકળી જાય ત્યારે પત્તા કાઢી નાંખો. હવે આ પાણીને છોડી દો, જેથી એ હલકું ઠંડુ થઇ જાય. હવે તેનાંથી હાથ તથા પગ ધુઓ. 

દાગ ધબ્બાને કરે છે દૂર 
પાનના પત્તા દાગ-ધબ્બા દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. જોકે, તમારી સ્કીન વધારે સંવેદનશીલ છે તો તેનો ઉપયોગ ન કરો. તમે ઈચ્છો તો પાનના પત્તાને સુકવીને પાઉડર બનાવી શકો છો. પાઉડરના ફોર્મમાં તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તથા જરૂર પડવા પર ઉપયોગમાં લઇ શકાય છે. દાગ ધબ્બા દૂર કરવા માટે એક ચમચી પાઉડર લો તથા તેમાં ગુલાબ જળ મિક્સ કરી પેસ્ટ બનાવો. 

સંકળાયેલા મુદ્દાઓ

Pimples Skin પિમ્પલ્સ સ્કીન Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ