બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ટેક અને ઓટો / Best Selling sadan best mileage sedan cars best boot space cars in india maruti dzire hyundai aura tata tigor

બેસ્ટ કાર / કિંમત 6 લાખ 20 હજાર, માઇલેજ 31 કિમી... ભારતમાં ખૂબ વેચાઈ રહી છે આ સસ્તી સેડાન કારો, જુઓ લિસ્ટ

Pravin Joshi

Last Updated: 11:50 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ સેડાન કાર રહી છે. જ્યારે Hyundai Aura બીજા અને Tata Tigor ત્રીજા સ્થાન પર છે. આ ત્રણેય સેડાન કાર પેટ્રોલ એન્જિન તેમજ કંપની ફીટેડ CNG કિટ સાથે આવે છે.

  • ભારતીય બજારમાં સેડાન કારે ધૂમ મચાવી
  • ફેબ્રુઆરી મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું 
  • શરૂઆતની કિંમત માત્ર રૂ. 6.20 લાખ

ભારતીય બજારમાં કોમ્પેક્ટ અને એફોર્ડેબલ સેડાન કારની ઘણી માંગ છે. ફેમિલી સેડાન કાર તરીકે, કેટલીક કારોએ ફેબ્રુઆરી મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓછી કિંમત... સારી માઈલેજ અને ઓછી જાળવણીને કારણે મોટાભાગના લોકો આ કારોને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ કાર માત્ર આર્થિક નથી પણ બૂટ સ્પેસ પણ આપે છે, જે બદલામાં જ્યારે તમે ડ્રાઇવ પર જાઓ છો ત્યારે તમને સામાનની સારી જગ્યા આપે છે. આજે અમે તમને દેશમાં એવી ત્રણ સેડાન કાર વિશે જણાવીશું જેની ડિમાન્ડ સૌથી વધુ છે અને તેની શરૂઆતની કિંમત માત્ર 6.20 લાખ રૂપિયા છે.

1. Maruti dzire :

મારુતિ સુઝુકી ડિઝાયર તેના સેગમેન્ટની સૌથી વધુ વેચાતી સેડાન કાર છે. કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં આ સેડાન કારના કુલ 16,798 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા 17,438 યુનિટ કરતાં લગભગ 4 ટકા ઓછું છે. આમ છતાં તે દેશની સૌથી વધુ વેચાતી સેડાન કાર બની ગઈ છે. કંપની ટૂંક સમયમાં તેનું નેક્સ્ટ જનરેશન મૉડલ માર્કેટમાં લૉન્ચ કરવા જઈ રહી છે. 

  • મારુતિ ડિઝાયર  જે કુલ ચાર ટ્રીમમાં આવે છે. પેટ્રોલ એન્જિન સાથે CNG વેરિઅન્ટમાં પણ આવે છે. 
  • તેની કિંમત 6.44 લાખથી 9.31 લાખ રૂપિયા છે. 
  • આ કાર કુલ 6 રંગોમાં ઉપલબ્ધ છે. જેમાં ઓક્સફોર્ડ બ્લુ, મેગ્મા ગ્રે, આર્ક્ટિક વ્હાઇટ, ફોનિક્સ રેડ, પ્રીમિયમ સિલ્વર અને શેરવુડ બ્રાઉનનો સમાવેશ થાય છે. 
  • આ કારમાં કંપનીએ 1.2 લીટર ક્ષમતાના ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 90PSનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. 
  • CNG મોડમાં આ એન્જિન 77PS પાવર અને 98.5Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. 
  • આ કારમાં 378 લિટરની બૂટ સ્પેસ ઉપલબ્ધ છે. 
  • કંપનીનો દાવો છે કે તેનું પેટ્રોલ વર્ઝન 22.41 કિમી અને CNG વેરિઅન્ટ 31.12 કિમી પ્રતિ લિટર સુધીની માઈલેજ આપે છે. 
  • 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ - ઓટોમેટિક એલઇડી હેડલાઇટ, પુશ-બટન એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ અને  ઓટો એસી જેવી સુવિધાઓ આપવામાં આવી છે. 
  • સુરક્ષાની દ્રષ્ટિએ તે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર અને પાછળના પાર્કિંગ સેન્સર્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ-હોલ્ડ સહાય જેવી સુવિધાઓ મેળવે છે. 
  • માઇલેજ: પેટ્રોલ 22.41 Kmpl, CNG - 31.12 Kmpl બૂટ સ્પેસ: 378 Ltrs 

2. Hyundai Aura:

Hyundai Aura ફેબ્રુઆરી મહિનામાં દેશમાં બીજી સૌથી વધુ વેચાતી સેડાન કાર બની છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન Auraના કુલ 5,524 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં વેચાયેલા કુલ 3,668 યુનિટ્સ કરતાં લગભગ 51 ટકા વધુ છે. આ સેડાન કારની માંગ અચાનક વધી ગઈ છે અને તેને માર્કેટમાં મારુતિ ડિઝાયરની સૌથી નજીકની હરીફ તરીકે જોવામાં આવે છે. 

  • Hyundai Auraના પેટ્રોલ અને CNG બંને વેરિઅન્ટમાં આવતી આ કારની કિંમત 6.30 લાખથી 8.87 લાખ રૂપિયાની વચ્ચે છે. 
  • આ કાર 6 રંગોમાં આવે છે. ફિયરી રેડ, સ્ટેરી નાઇટ (નવી), એક્વા ટીલ (નવી), ટાઇટન ગ્રે, ટાયફૂન સિલ્વર અને પોલર વ્હાઇટ. 
  • કંપનીએ આ કારમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 83PSનો પાવર અને 114Nmનો ટોર્ક જનરેટ કરે છે. 
  • આ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. 
  • આ કાર CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. CNG મોડમાં આ એન્જિન 69PS પાવર અને 95.2Nm આઉટપુટ આપે છે, જે ફક્ત પાંચ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. 
  • આ કારમાં 402 લિટરની ક્ષમતાની બૂટ સ્પેસ છે. 
  • આ સબકોમ્પેક્ટ સેડાનમાં 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, વાયરલેસ ફોન ચાર્જર અને ઓટો ક્લાઇમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ છે. 
  • સુરક્ષીની દ્રષ્ટિએ તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 4 એરબેગ્સ છે. ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ (TPMS), રિવર્સિંગ કેમેરા, ISOFIX ચાઈલ્ડ-સીટ એન્કરેજ છે. 
  • માઇલેજ: પેટ્રોલ - 20Kmpl, CNG - 28Kmpl બૂટ સ્પેસ: 402 Ltrs 

3. tata tigor :

ટાટા મોટર્સની સસ્તી સેડાન ટાટા ટિગોર દેશની ત્રીજી શ્રેષ્ઠ કાર છે. ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ આ કારના કુલ 3,064 યુનિટ વેચ્યા છે, જે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 4,091 યુનિટ હતા. આ કારના વેચાણમાં લગભગ 25 ટકાનો ઘટાડો થયો છે. જો કે તે દેશની સૌથી સુરક્ષિત સેડાન કારમાંની એક છે, પરંતુ આ કારને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. 

  • Tata Tigor આ સેડાન કાર આકર્ષક દેખાવ અને મજબૂત એન્જિન ક્ષમતાથી સજ્જ છે.
  • આ સેડાન કારની કિંમત રૂ. 6.20 લાખ. 8.90 લાખ સુધીની છે. 
  • કુલ ચાર બ્રોડ ટ્રીમમાં આવે છે.
  • આ કાર 1.2-લિટર પેટ્રોલ એન્જિન સાથે કંપની-ફિટેડ CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. તેનું એન્જિન પેટ્રોલ મોડમાં 86PS પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે, 
  • CNG મોડમાં આ એન્જિન 73PS પાવર અને 95Nm ટોર્ક જનરેટ કરે છે. 
  • આ સેડાન કારમાં 419 લિટરની ક્ષમતાની બૂટ સ્પેસ છે, જેમાં તમે તમારી જરૂરી વસ્તુઓ સરળતાથી ફિટ કરી શકો છો. 
  • કંપની દાવો કરે છે કે તેનું પેટ્રોલ વેરિઅન્ટ 19.28 કિમી અને CNG વેરિઅન્ટ 26.49 કિમીની માઈલેજ આપે છે. 
  • ટિગોરની ફીચર લિસ્ટમાં ઓટોમેટિક હેડલાઈટ્સ, રેઈન સેન્સિંગ વાઈપર્સ, બટન સ્ટાર્ટ/સ્ટોપ, કીલેસ એન્ટ્રી અને ઓટો એસીનો સમાવેશ થાય છે. 
  • આ સિવાય એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ તેમજ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ આપે છે. 
  • સુરક્ષાની દ્રષ્ટિએ તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS અને તમામ વેરિયન્ટ્સમાં માનક તરીકે પાછળના પાર્કિંગ સેન્સર છે. 
  • માઇલેજઃ પેટ્રોલ - 19.28 Kmpl, CNG - 26.49Kmpl બૂટ સ્પેસ: 419 Ltrs

નોંધ : અહીં કારની કિંમત એક્સ-શોરૂમ દિલ્હી પ્રમાણે આપવામાં આવી છે. જ્યારે માઈલેજ મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સામાન્ય રીતે વાહનની માઇલેજ ડ્રાઇવિંગ શૈલી અને રસ્તાની સ્થિતિ પર પણ આધાર રાખે છે. આથી વાસ્તવિક દુનિયામાં માઇલેજ બદલાઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ