બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / best 3 whole grains to lower bad cholesterol ldl add brown rice oats and barley in daily diet to decrease heart disease

હેલ્થ / 'હાઈ કોલેસ્ટ્રોલ' ઘટાડવા માત્ર આ 3 અનાજ છે પૂરતા, સાથે ધમનીઓને પણ રાખે છે સ્વચ્છ

Manisha Jogi

Last Updated: 03:11 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયટમાં કેટલાક ખાસ પ્રકારના અનાજ શામેલ કરીને કોલસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. તમારા આરોગ્ય પર ખરાબ અસર થતી નથી. કોલસ્ટ્રોલ માટે કયા અનાજ વધુ ફાયદાકારક છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • બેડ કોલસ્ટ્રોલથી હ્રદયને નુકસાન થઈ શકે છે.
  • કોલસ્ટ્રોલ ઓછું કરવા માટે ડાયટમાં શામેલ કરો આ ફૂડ. 
  • કોલસ્ટ્રોલ માટે કયા અનાજ વધુ ફાયદાકારક?

જો તમને હાઈ કોલસ્ટ્રોલ અથવા બેડ કોલસ્ટ્રોલની સમસ્યા છે, તો તમારા હ્રદયને નુકસાન થઈ શકે છે. ગુડ કોલસ્ટ્રોલ હોય તો પણ હ્રદયને નુકસાન થઈ શકે છે. તમારી ડાયટને કારણે તમારા કોલસ્ટ્રોલ પર અસર થાય છે. ડાયટમાં કેટલાક ખાસ પ્રકારના અનાજ શામેલ કરીને કોલસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. તમારા આરોગ્ય પર ખરાબ અસર થતી નથી. કોલસ્ટ્રોલ માટે કયા અનાજ વધુ ફાયદાકારક છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ઓટ્સ
સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, ઓટ્સનું સેવન કરવાથી હ્રદય રોગના જોખમને ઓછું કરે છે. ઓટ્સનું સેવન કરવાથી હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોક 20 ટકા સુધી કંટ્રોલ કરી શકાય છે. ઓટ્સમાં બીટા ગ્લૂકન રહેલું હોય છે. જેનાથી કોલસ્ટ્રોલ ઝડપથી કંટ્રોલ કરી શકાય છે. નિયમિતરૂપે આ ઓટ્સનું સેવન કરવાથી LDL કોલસ્ટ્રોલ 7% સુધી ઓછું કરી શકાય છે. 

જુવાર
જુવારનું સેવન કરવાથી બેડ કોલસ્ટ્રોલ ઓછું કરી શકાય છે. જુવારમાં બીટા ગ્લૂકન રહેલું હોય છે, જે LDL કોલસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરી શકે છે. જેનાથી હાર્ટ એટેક, ધમનીઓમાં કી પ્રકારની સમસ્યા અથવા સ્ટ્રોક જેવા જોખમથી બચી  શકાય છે. 

બ્રાઉન રાઈસ 
કોલસ્ટ્રોલ માટે બ્રાઉન રાઈસ ખૂબ જ ફાયદાકારક છે. સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, નિયમિતરૂપે બ્રાઉન રાઈસનું સેવન કરવાથી LDL કોલસ્ટ્રોલ ઓછું થાય છે. LDL કોલસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક સહિત અન્ય આરોગ્ય સમસ્યા થવાનું જોખમ રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ