બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Benefits of buttermilk drinking with the meals

ફાયદાકારક / રોજ આ સમયે છાશ પીશો તો શરીરના રોગો થશે ખતમ, આંતરડા અને પેટ રહેશે એકદમ હેલ્ધી

Noor

Last Updated: 10:52 AM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજન સાથે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. રોજ છાશ પીવાથી એવા ગજબ ફાયદા મળે છે કે જાણશો તો ચોંકી જશો. ચાલો જાણીએ ક્યારે અને કેવી છાશ પીવી જોઈએ અને તેના ફાયદા શું છે.

  • રોજ બપોરે જ છાશ પીવી જોઈએ
  • પિત્ત વિકારમાં છાશ બહુ લાભકારક છે
  • છાશ પીવાથી અનેક રોગો થાય છે ખતમ

ઘણાં લોકો એવા પણ છે જેઓ રોજ છાશ નથી પીતા અથવા તો ઘણાંને છાશ પસંદ નથી હોતી. પણ શું તમે જાણો છો કે, છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

કેવી છાશ પીવી?

મોટા ભાગના લોકો માને છે કે મોળી છાશ પીવી સારી, પરંતુ એ સાચું નથી. સાવ જ મોળા દહીંમાંથી બનેલી છાશ કાચી હોય છે અને તેનાથી કફ થાય છે, જ્યારે અતિશય ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઈ જાય છે. સામાન્ય રીતે થોડીક ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે. છાશ હમેશાં બપોરે જ પીવી. 

ભોજન સાથે છાશના ફાયદા

ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. છાશમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. 

વાત માટે બેસ્ટ

છાશમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે. છાશની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે. ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે. વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વાત વિકારમાં ખાટી છાશ અને સિંધવ લેવું.

વાળ માટે ઉત્તમ છે

દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.

સ્ફૂર્તિ આપે છે

છાશ કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે. કફ પ્રકૃતિમાં તેમ જ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશ પીવી જોઈએ.

ખોરાક પચાવવામાં મદદ કરે છે

ભૂખ ન લાગતી હોય, શરીરમાં વાયુને કારણે દુખાવો રહેતો હોય, પાચન બરાબર ન થતું હોય, અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય અને ગભરામણ થતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તો છાશનું નિત્ય સેવન ગુણકારી છે.

પેટના રોગો દૂર કરે છે

પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ. છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે.

આંતરડાને હેલ્ધી રાખે છે

આમ છાશ ત્રિદોષનાશક છે અને આંતરડાંના કોઈ પણ દર્દમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. કબજિયાત દૂર કરે છે. છાશથી સોજો, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુરોગ, મંદાગ્નિ, ઝાડા અને આંતરડાંની નબળાઈ દૂર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Buttermilk stomach Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ