બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Benefits of body massage know here amazing advantages

હેલ્થ / થઈ જશો હળવા ફૂલ.! તણાવથી લઇને ઇમ્યુનિટી સિસ્ટમ સુધી લાભદાયી છે બોડી મસાજ, મનમાં 'ફિટ' કરી લો અનેક ફાયદા

Bijal Vyas

Last Updated: 07:34 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits of Body Massage:શું તમે જાણો છો કે, બોડી મસાજ કરાવવાથી તણાવ ઉપરાંત પણ તમને અનેક રીતના ફાયદા થઇ શકે છે. વાંચો વિગત

  • માલિશથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે
  • બોડી મસાજથી માંસપેશિઓના દુખાવામાં આરામ મળી શકે છે
  • માલિશ તણાવને ઘટાડીને ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવામાં મદદ કરે છે

Benefits of Body Massage: ભાગદોડની જીંદગી અને બદલતી લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકો તણાવમાં રહે છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવુ, ખોટા પોશ્ચર્યના કારણે ઘણી વખત શરીરના અલગ-અલગ ભાગોમાં દુખાવો થાય છે. આ દુખાવાથી છુટકારો મેળવવા તમે શરીરની માલિશ એટલે કે બોડી મસાજ કરવો છો. પરંતુ શું તમે જાણો છો કે, બોડી મસાજ કરાવવાથી તણાવ ઉપરાંત પણ તમને અનેક રીતના ફાયદા થઇ શકે છે. તો આવો જાણીએ, મસાજ સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે 

તણાવમાં રાહત
નિયમિત રુપથી શરીરની માલિશ કરવાથી કોર્ટિસોલના સ્તરમાં ઉણપ આવે છે. હકીકતમાં આ એક રીતનો હોર્મોન છે, જે તણાવનો અનુભવ કરાવે છે. બોડી મસાજથી સ્ટ્રેસ જેવી સમસ્યાથી રાહત મેળવી શકે છે. 

Here are some health benefits of foot massage | રોજ રાતે સૂતા પહેલાં કરો આ  1 કામ, સાંધાનો દુખાવો અને બીપી જેવા રોગોમાં મળશે રાહત

માંસ પેશિઓના દુખાવામાં રાહત
માલિશથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. મસાજ સોજાને ઘટાડવામાં કારગર છે. જેનાથી તમારી માંસપેશિઓના દુખાવામાં આરામ મળી શકે છે. નિયમિત રીતે માલિશ કરવાથી નસોને આરામ મળે છે. તેનાથી મન પણ શાંત થાય છે. જેનાથી તમારા સ્વાસ્થ્ય સારુ બની શકે છે. 

અનિદ્રાથી છુટકારો
જો તમે અનિદ્રાનો શિકાર બન્યા છો, તો રોજ રાત્રે સુતા પહેલા બોડી મસાજ કરો. તેનાથી આખા દિવસનો થાક દૂર થશે અને સાથે તમને સારી ઊંઘ આવશે. માલિશ કરવાથી શરીર અને દિમાગને આરામ મળે છે. 

તમારા કામનું | VTV Gujarati

ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે
બોડી મસાજથી ઇમ્યુનિટી વધે છે. જી, હાં આ શરીરમાં સફેદ રક્ત કોશિકાઓ નિર્માણમાં સહાયક છે અને આ તણાવને ઘટાડીને ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવામાં મદદ કરે છે. જેનાથી તમે અનેક બીમારીઓથી બચી શકો છો.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ