બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / before Karnataka results Congress raised questions on EVM EC said who gives you such wrong information

Karnataka Elections News / કર્ણાટકના રિઝલ્ટ પહેલા જ કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ECએ કહ્યું તમને કોણ આપે છે આવી ખોટી માહિતી? નામ આપો

Megha

Last Updated: 01:18 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો કે દક્ષિણ આફ્રિકામાં વાપરેલ કરેલ EVMનો ઉપયોગ કર્ણાટકમાં થયો જેનો ચૂંટણી પંચે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે.

  • કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ 13 મે એ છે 
  • આક્ષેપ- દક્ષિણ આફ્રિકામાં વાપરેલ કરેલ EVMનો ઉપયોગ કર્ણાટકમાં થયો 
  • ચૂંટણી પંચે કડક શબ્દોમાં આપ્યો જવાબ 
  • દક્ષિણ આફ્રિકામાં EVMનો ઉપયોગ થતો જ નથી 

કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ 13 મે એટલે કે શનિવારે આવશે. જણાવી દઈએ કે દક્ષિણ ભારતનો પ્રવેશ દ્વાર કહેવાતા આ રાજ્યના ચૂંટણી પરિણામો પર સૌની નજર ટકેલી છે. એ વાત તો નોંધનીય છે કે આ રાજકીય પક્ષો માટે બૂસ્ટર ડોઝ સાબિત થઈ શકે છે અથવા તો તેના વિરુદ્ધ પરિણામો બતાવશે કે જનતાએ તમને નકારી દીધા છે. એવામાં હાલ તે પહેલા EVMનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. 

દક્ષિણ આફ્રિકામાં વાપરેલ કરેલ EVMનો ઉપયોગ કર્ણાટકમાં થયો 
વાત એમ છે કે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો, જેનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. જણાવી દઈએ કે સુરજેવાલાએ ECને લખેલા પોતાના પત્રમાં કહ્યું હતું કે કર્ણાટક ચૂંટણીમાં જે EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકામાં પણ કરવામાં આવ્યો છે. મશીનની ફરીથી ચકાસણી કરવામાં આવી ન હતી. તેને દક્ષિણ આફ્રિકાથી સીધું લાવવામાં આવ્યું હતું અને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

ચૂંટણી પંચે કડક શબ્દોમાં આપ્યો જવાબ 
આના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું છે કે મશીન ક્યારેય દક્ષિણ આફ્રિકા ગયા નથી. આ સાથે પંચે કોંગ્રેસને કહ્યું કે તમને તે સ્ત્રોતનો ખુલાસો કરો કે જેનાથી તમને આ માહિતી મળી છે. કોંગ્રેસના પત્ર પર પંચે એમ પણ કહ્યું કે તે દેશમાં ઈવીએમનો ઉપયોગ થતો નથી. 

8 મેના રોજ કોંગ્રેસે લગાવ્યા હતા આક્ષેપો 
કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થયું હતું. આ પહેલા 8 મેના રોજ કોંગ્રેસે આ સવાલો ઉઠાવ્યા હતા. કમિશને તેના જવાબમાં કડક લહેકાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે આખરે કોંગ્રેસ પાસે એવો કયો સ્ત્રોત છે જે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યું છે. જ્યારે EVM ક્યાંય ગયું નથી તો પછી વોટિંગ મશીન સાઉથ આફ્રિકામાં ગયું એવું કેવી રીતે કહી શકાય. ચિંતા વ્યક્ત કરતા ચૂંટણી પંચે કોંગ્રેસને સ્ત્રોતનું નામ આપવા જણાવ્યું હતું. જેથી તેના પર કાર્ય કરી શકે. આગળ પંચે કહ્યું હતું કે આવી ખોટી અને ભ્રામક માહિતીને કારણે નુકસાન થાય છે. 

દક્ષિણ આફ્રિકામાં EVMનો ઉપયોગ થતો જ નથી 
ચૂંટણી પંચે તો ત્યાં સુધી કહ્યું છે કે દક્ષિણ આફ્રિકાથી અહીં ઈવીએમ આવવાની વાત સાવ ખોટી છે. ઈવીએમ ક્યારેય અન્ય કોઈ દેશમાંથી આયાત કરવામાં આવ્યા ન હતા. દક્ષિણ આફ્રિકાના ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને જોઈ શકો છો કે ત્યાં મશીનનો ઉપયોગ થતો નથી. ચૂંટણી પંચે કહ્યું કે કોંગ્રેસ સૌથી જૂની અને રાષ્ટ્રીય પાર્ટી છે. તે તમામ પ્રોટોકોલ પણ જાણે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ