બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / beauty coconut oil side effects on skin nariyal tel

Lifestyle / ચહેરો ચમકતો રાખવા નારિયેળ પાણીનો કરો ઉપયોગ? ફાયદાની જગ્યાએ નુકસાન અનેક, પહેલું ખીલ ઉપડશે

Vikram Mehta

Last Updated: 10:35 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કિન માટે નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કોકોનટ ઓઈલનો ઉપયોગ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કોકોનટ ઓઈલથી થતી સાઈડ ઈફેક્ટ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • સ્કિન માટે નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે
  • કોકોનટ ઓઈલનો ઉપયોગ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું
  • કોકોનટ ઓઈલથી થાય છે આ સાઈડ ઈફેક્ટ

સ્કિન માટે નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે. અનેક વાર નારિયેળ તેલને કારણે શરીરને નુકસાન થઈ શકે છે. આ કારણોસર નારિયેળ તેલનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. કોકોનટ ઓઈલનો ઉપયોગ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કોકોનટ ઓઈલથી થતી સાઈડ ઈફેક્ટ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

કરચલી
કોલેજન પ્રોડક્શન વધારવામાં નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. મહિલાઓ આડેધડ કોકોનટ ઓઈલનો ઉપયોગ કરે છે. કોકોનટ ઓઈલ સસ્તુ હોય છે, પરંતુ તેના કારણે ચહેરા પર કરચલીઓ દેખાય છે. આ ઓઈલ ખૂબ જ હેવી હોય છે, જે સ્કિનમાં ડીપ સુધી જઈ શકતું નથી. 

ખીલ વધે છે
સ્કિન કેયર અથવા મેકઅપ રિમૂવમાં કોકોનટ ઓઈલનો ઉપયોગ કરો છો? કોમેડોજેનિક હોવાને કારણે આ ઓઈલ સ્કિન પોર્સને બ્લોક કરી દેતા હોવાને કારણે ખીલ વધે છે. સેન્સિટિવ અને ઓઈલી સ્કિન ધરાવતા લોકો માટે કોકોનટ ઓઈલ યોગ્ય નથી. જેના કારણે ઓઈલી સ્કિન વધે છે. 

એલર્જી થઈ શકે છે
કોકોનટ ઓઈલના ઉપયોગથી ત્વચા પર એલર્જી થવી તે એક સામાન્ય બાબત છે. નારિયેળ તેલ ચહેરા પર લગાવવાથી સ્કિન પર રેશિસ થઈ શકે છે. આ ઓઈલના કારણે સ્કિન પર બેરિયર બની શકે છે. જેથી ત્વચાની સોફ્ટનેસ દૂર થઈ જાય છે અને સ્કિન ડ્રાય થાય છે. આ કારણોસર સ્કિન ટાઈપ ઓળખીને કોકોનટ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. કોકોનટ ઓઈલ પેકમાં મિશ્ર કરીને લગાવવું જોઈએ. 

વધુ વાંચો: શું કામમાં જીવ નથી ચોંટતો? ફોકસ કરવામાં પડે છે તકલીફ, તો આ 5 ટિપ્સ વધારશે એકાગ્રતા

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Coconut Oil Skin Care Coconut Oil for Skin health news in Gujarati side effects of coconut oil કોકોનટ ઓઈલ નારિયેળ તેલ Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ