બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Be careful who charges the phone outside the house you will become a victim of a big scam

તમારા કામનું / ઘરની બહાર ફોન ચાર્જ કરનારા ચેતી જજો! નહીં તો થઇ જશો મોટા સ્કેમના શિકાર

Kishor

Last Updated: 06:32 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

juice jacking સાયબર ફ્રોડનો નવીનતમ પ્રકાર છે જેના થકી નકલી ચાર્જિંગ સ્ટેશન ઊભુ કરી આ રીતે છેતરપિંડીને અંજામ આપવામાં આવી રહ્યા છે.

  • juice jacking. સાયબર ફ્રોડનો નવીનતમ પ્રકાર
  • સ્કેમર્સ દ્વારા નકલી ચાર્જિંગ સ્ટેશન થકી કરાઈ છે ફ્રોડ
  • છેતરપિંડીથી બચવા USB data blocker નો ઉપયોગ કરવો

ડિજિટલના આ જમાનામાં ઓનલાઇન ફ્રોડ જાણે આમ બાબત બની ગઈ હોય તેમ દિવસેને દિવસે મોટી છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે.  ભેજાબાજ આરોપીઓ દ્વારા નિતનવા પેંતરા રચીને લોકોને છેતરવામાં આવે છે. આવો જ એક સાયબર ફ્રોડનો પ્રકાર એટલે juice jacking. સાયબર ફ્રોડનો નવીનતમ પ્રકાર ગણાતો juice jackingમાં સ્કેમર્સ દ્વારા એક નકલી ચાર્જિંગ સ્ટેશન ઊભુ કરવામાં આવે છે અને તેના દ્વારા સામાન્ય લોકોને ચુનો ચોપડવામાં આવી રહ્યો છે અને આવી દુનિયાભરમાં ઘટનાઓ નોંધાઈ રહી છે.

મોબાઇલ ચાર્જિંગ દરમ્યાન ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો જીવથી જશો! ફટાફટ  નોટ કરી લો આ પોઇન્ટ્સ / Never make this mistake while charging your mobile,  otherwise you will die! Note

USB દ્વારા સ્કેમર્સ  ચોરી લે છે બેંકિંગ સંબંધિત વિગતો
આ નકલી ચાર્જિંગ પોઇન્ટ કોઈપણ જગ્યાએ બની શકે છે. જેમાં બસ સ્ટેન્ડ ઉપરાંત રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ સહિતના સ્થળોએ આવેલ મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ પણ સામેલ હોઈ શકે છે. આવા નકલી ચાર્જિંગ પોઇન્ટ પર જ્યારે યુઝર્સ મોબાઈલ, ટેબલેટ કે કોઈપણ ઈલેક્ટ્રીક ડિવાઇસ ચાર્જિંગમાં લગાવે છે. ત્યારે સ્કેમર્સ પોતાનું કામ ચાલુ કરી દે છે. USB દ્વારા સ્કેમર્સ મોબાઇલમાં કેટલાક મૈંલવેયર સ્ટોર કહેવાય છે જયાથી જરૂરી બેંકિંગ સંબંધિત વિગતો લઈ લેવામાં આવે છે. વદબુમાં OTP સહિતનો ઉપયોગ કરી યુઝર્સનું એકાઉન્ટ તળિયાઝાટક કરી નાખે છે.

મોબાઇલ ચાર્જિંગ દરમ્યાન ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો જીવથી જશો! ફટાફટ  નોટ કરી લો આ પોઇન્ટ્સ / Never make this mistake while charging your mobile,  otherwise you will die! Note

ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એ આપી ચેતવણી
વધુમાં ચર્જીગના નામે મોબાઈલમાં ઘુસેલા આવા સ્કેમર્સ મોબાઇલનાથી જરૂરી ડેટા ઉપરાંત પર્શનલ વીડિયો, ફોટોસ સહિતની માહિતી પણ ચોરી લેતા હોય છે. 'પબ્લિક ચાર્જિંગ ડોક્સ ખતરનાક સાબિત થઈ શકે છે' તેમ જણાવતી ચેતવણી પણ અમેરિકન તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા તાજેતરમાં જ જારી કરવામાં આવી છે.

USB data blocker નો ઉપયોગ કરવો
સાયબર એટેક ગણાતા juice jackingથી બચવા માટે USB data blocker નો ઉપયોગ કરવો સુરક્ષિત છે. વધુમાં juice jacking પાવર બેન્ક ખૂબ જ સુરક્ષિત છે.જેને ખિસ્સામાં રાખીને રખડી શકીએ છીએ અને જ્યા જરૂર પડે ત્યાં ફોન ચાર્જ કરી શકીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ