બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Be careful if you have a habit of applying powder on your face every day

હેલ્થ એલર્ટ! / દરરોજ ચહેરા કે શરીર પર પાઉડર લગવવાની ટેવ હોય તો સાવધાન! થઈ શકે છે ગંભીર બીમારી

Pooja Khunti

Last Updated: 03:03 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Compact Powder: કોમ્પેક્ટ પાવડરનાં ઉપયોગથી ચહેરો સુંદર અને ચમકદાર બને છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડે છે.

  • ત્વચાના સ્વસ્થ કોષો નષ્ટ થવા લાગે છે
  • કોમ્પેક્ટ પાવડર ત્વચા માટે હાનિકારક
  • પિમ્પલ્સ અને ખીલ જેવી સમસ્યાઓ વધી શકે 

લોકો સુંદર દેખાવા માટે શું-શું નથી કરતાં. ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે ચહેરાને પરફેક્ટ બનાવવા માટે વિવિધ પ્રકારના ફાઉન્ડેશન અને કન્સિલરનો ઉપયોગ કરે છે. જેથી કરીને  ત્વચાનો ટોન મેચ થાય અને ટેક્સચર એકસરખું દેખાય. દરરોજ કોમ્પેક્ટ પાવડરનો ઉપયોગ તમારા ચહેરાની ત્વચા માટે નુકસાનકારક છે. 

કોમ્પેક્ટ પાવડર ત્વચા માટે હાનિકારક
નિષ્ણાતોના મતે કોમ્પેક્ટ પાવડર અને ટેલ્કમ પાવડર જેવા કોસ્મેટિક ઉત્પાદનો ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક છે. આ પાઉડર ખૂબ જ બારીક પીસેલા હોય છે. જે ત્વચાના છિદ્રોમાં ઘૂસી જાય છે અને તેને બંધ કરી દે છે. જેના કારણે ત્વચામાં ઓક્સિજનનું જવું બંધ થઈ જાય છે. જેથી ત્વચાના સ્વસ્થ કોષો નષ્ટ થવા લાગે છે. આ જ કારણ છે કે જે લોકો આ પાઉડરનો લાંબા સમય સુધી ઉપયોગ કરે છે તેમની ત્વચા વૃદ્ધ થવા લાગે છે અને કરચલીઓ પડવા લાગે છે.

ખતરનાક રોગોનું જોખમ
કેટલાક ટેલ્કમ પાવડરમાં એસ્બેસ્ટોસ અને સ્પુટમ જેવા જોખમી પદાર્થો પણ હોય છે. આ ફેફસાના કેન્સર જેવા જીવલેણ રોગોનું કારણ બની શકે છે. આ બંનેને કાર્સિનોજેન્સ ગણવામાં આવે છે. ખાસ કરીને એસ્બેસ્ટોસને ફેફસાં અને કિડનીના કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ટેલ્કમ પાવડરનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ. ટેલ્કમ પાઉડર ખરીદતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં એસ્બેસ્ટોસ જેવા હાનિકારક તત્વો ન હોય. આનાથી તમે ખતરનાક રોગોથી બચી શકશો. 

વાંચવા જેવું: આખો દિવસ આળસ આવે પણ રાતના સમયે જ ઊડી જાય છે ઊંઘ? આજે જ બંધ કરી આ 4 કામ

પિમ્પલ્સ અને ખીલ જેવી સમસ્યાઓ વધી શકે 
વધુ માત્રામાં કોમ્પેક્ટ પાવડરનો ઉપયોગ કરવાથી ત્વચામાં બળતરા અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે અને કોમ્પેક્ટ પાવડરના રસાયણોને સહન કરી શકતી નથી. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. ઘણીવાર લોકો પાઉડરને બરાબર સાફ નથી કરતા. તેથી રોમછિદ્રો બ્લોક થઈ જાય છે. જેના કારણે પિમ્પલ્સ અને ખીલ જેવી સમસ્યાઓ વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ