બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Be careful if someone asks to get a loan in the name of housing in Ahmedabad

ઠગાઈ / અમદાવાદમાં આવાસના નામે કોઈ લોન અપાવવાનું કહે તો ચેતી જજો, વસ્ત્રાલમાં જુઓ શું બન્યું, બેની ઘરપકડ

Vishal Khamar

Last Updated: 09:26 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસ્ત્રાલ વિસ્તારમાં સરકારી આવાસનાં મકાનોમાં રહેતાલોકોને લોન અપાવવાના બહાને ઠગાઈ આચરનાર મહિલાને પોલીસે ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં બે મહિલાએ સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

  • વસ્ત્રાલમાં આવાસ લોન અપાવવાના નામે ઠગાઈ
  • પોલીસે કરનાર બે મહિલાની ધરપકડ કરી
  • બે મહિલાઓએ સંખ્યા બંધ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું

 વસ્ત્રાલ વિસ્તારમાં સરકારી આવાસનાં મકાનોમાં રહેતા ગરીબ લોકો સાથે લોન અપાવવાના બહાને ઠગાઈ આચરનારી મહિલા ગેંગને પોલીસે ઝડપી પાડી છે. રામોલ પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે, જ્યારે એક વ્યક્તિ ફરાર થઈ ગઈ છે. પોલીસ તપાસમાં બે મહિલાએ સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. 

ગરીબ લોકોને લોન અપાવવાના બહાને ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ
શહેરમાં આવાસના નામે કોઈ લોન અપાવવાનું કહે તો ચેતી જજો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બની શકો છો. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. વસ્ત્રાલ વિસ્તારમાંથી આર્થિક રીતે નબળા વર્ગ માટેનાં સરકારી આવાસનાં મકાનોમાં રહેતા ગરીબ લોકોને લોન અપાવવાના બહાને ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ છે. ઘટનાની વાત કરીએ તો વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શિવમ આવાસ યોજનામાં બે મહિલાઓ ગઈ કાલે લોન અપાવવાના બહાને પહોંચી હતી, જ્યાં તેમણે લોકોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી અને પાંચ લાખની હોમ લોન મળશે તેવી વાતો કરતી હતી. ત્યાં જ ભોગ બનનાર મહિલા પહોંચી જતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓએ ભોગ બનનાર પાસે ૬૦ હજારની છેતરપિંડી કરી હતી. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે રામોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે હાલમાં બંને વિરુદ્ધ ગુનો નોંધી અત્યાર સુધીમાં કેટલી વ્યક્તિઓ સાથે ઠગાઈ આચરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે, જોકે પોલીસ લોકોને જાગૃત કરે છે કે આવી ગેંગથી સાવધાન રહેવાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ