બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Bavla-Bagodara Accident case : Mahisagar family had a hard time returning from Chotila

અકસ્માત / ચોટીલાથી પરત આવતા સમયે યુવકના પત્ની, માતા-પિતાનું નિધન: નાના-નાના દીકરા-દીકરી માટે હવે એક પિતા જ આખો પરિવાર

Dinesh

Last Updated: 10:29 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bavla-Bagodara Accident : મહીસાગરના પરિવારને ચોટીલાથી પરત ફરતા સમયે કાળ ભરખી ગયો, બગોદરા હાઈવે પરના અકસ્માતમાં એકજ પરિવાર 4 સભ્યે જીવ ગુમાવ્યો

  • મહીસાગરના પરિવારને ચોટીલાથી પરત ફરતા સમયે કાળ ભરખી ગયો
  • બગોદરા હાઈવે પરના અકસ્માતમાં એકજ પરિવાર 4 સભ્યે જીવ ગુમાવ્યો 
  • ભાથલા ગામના જેશીંગ સોલંકીના પત્નિ, પુત્રી, માતા-પિતાનું મૃત્યુ


અમદાવાદના બાવળા - બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા, 10થી પણ વધુ લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. મહિસાગરના પરિવારને ચોટીલાથી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો. બગોદરા હાઈવે પરના અકસ્માતમાં એકજ પરિવાર 4 સભ્યે જીવ ગુમાવ્યો હતો. 

MLA માનસિંહ ચૌહાણ પરિવારને મળવા પહોંચ્યા
ભાથલા ગામના જેશીંગ સોલંકીના પત્નિ, પુત્રી, માતા-પિતાનું મૃત્યુ ચકચાર મચી ગયો હતો. જેશીંગભાઈની 2 વર્ષની દીકરી અને 5 વર્ષના પુત્રનો આબાદ બચાવ થયો હતો. જો કે સમગ્ર ઘટનાને પગલે બાલાસિનોરના MLA માનસિંહ ચૌહાણ પરિવારને મળવા પહોંચ્યા હતો. 

પરિવાર ઘેરા શોકમાં
મોતના સમાચાર પરિવારજનોને મળતા પરિવારમાં દુ:ખનો માતમ છવાઈ ગયો છે. એક જ પરિવારના 4 લોકોના મોત થતાં પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો હતો. અકસ્માતનની ઘટનાને પગલે સમગ્ર બાલાસિનોર પંથકમાં ચકચાર મચી જવા પામ્યું છે. 

અકસ્માતમાં 10 લોકોના મૃત્યું થયા હતા
બાવળા બગોદરા રોડ પર ગોઝારા અકસ્માતમાં 5 મહિલા, 3 બાળકો, 2 પુરુષનું મોત થયું હતા. વિગતો મુજબ છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. આ લોકો ચોટીલા દર્શન કરીને ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ તરફ અકસ્માત બાદ 10 લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 10 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થતાં ચકચાર મચી ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ