બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Basundi's wedding in Eder was huge: 50 people had to be admitted to hospital, know what happened

મિલાવટ / ઈડરમાં લગ્નની બાસુંદીની જયાફત ભારે પડી: 50 લોકોને હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ, જાણો શું થયું

Vishal Khamar

Last Updated: 05:22 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈડરમાં ફ્રૂજ પોઈઝનિંગના કારણે 50 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગ્ન સમારંભમાં બાસુંદી પીધા બાદ લોકોની હાલત બગડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  • ઈડરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના
  • 50થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ
  • બાસુંદીના લીધે ફૂડ પોઈઝનિંગની ઘટના

હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે. કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા માવાની મીઠાઈ તેમજ દૂધમાંથી બનાવેલ ખાદ્યચીજવસ્તુમાં મિલાવટ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ઈડરમાં એક લગ્ન પ્રસંગમાં બાસુંદી ખાધા બાદ લોકોને ફ્રુડ પોઈઝનિંગની અસર થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. 

પ્રતિકાત્મક ફોટો

50 લોકોના ફ્રુડ પોઈઝનિંગની અસર થતા સારવાર હેઠળ
સાબરકાંઠાનાં ઈડરમાં ફ્રૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી. ત્યારે લગ્ન પ્રસંગ હોઈ જમણવારમાં બાસુંદી ખાધા બાદ લોકોને ફ્રૂડ પોઝનિંગની અસર થઈ હોવાનું લોકો માની રહ્યા છે. ફ્રુડ પોઈઝનિંગની અસર થતા લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 50 થી વધુ લોકોને ફ્રુડ પોઈઝનિંગની અસર થતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. લગ્ન સમારંભમાં એકાએક લોકોને ફ્રુડ પોઈઝનિંગ થતા લગ્ન સમારંભમાં પણ દોડધામ મચી જવા પામી હતી. લગ્ન સમારંભમાં બાસુંદી ભવાની રસ મલાઈ નામની દુકાનમાંથી મંગાવવામાં આવી હતી. ખાણીપીણીની પેઢી પર વાર્ષિક કોઈ તપાસ હાથ ધરવામાં આવતી નથી.
માત્ર બાસુંદી જ બહારથી મંગાવવામાં આવી હતી
આ બાબતે લગ્ન સમારંભના હાજર રહેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે જમવાની તમામ વસ્તુઓ તાજી બનાવવામાં આવી હતી. માત્ર બાસુંદી ભવાની રસ મલાઈ નામની દુકાનમાંથી મંગાવવામાં આવી હતી. જેથી બાસુંદીના કારણે લોકોની તબીયત લથડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ