બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / bank of baroda canara syndicate bank rules change from 1 june related to lpg small saving scheme interest rate how it will effect you
ADVERTISEMENT
એક જૂનની તારીખ આપણા માટે અનેક રીતે ખાસ રહેશે. નવા મહિનાની શરૂઆતમાં જ આપણા માટે અનેક ફેરફાર આવી જશે. બેંકની સાથે જોડાયેલા કામને માટે પણ કેટલાક ફેરફાર આવી રહ્યા છે. અનેક બેંકે તેના કામકાજના સમયમાં પણ ફેરફાર કર્યા છે.
આ બેંક કરશે મોટા ફેરફાર
કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને સિન્ડિકેટ બેંક પોતાના ગ્રાહકોને માટે મોટા ફેરફાર લાવી રહી છે. ચેક પેમેન્ટ સાથે જોડાયેલા નિયમ બદલાવવા જઈ રહ્યા છે. કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને માટે તેમના આઈએફએસસી કોડ પણ 1 જુલાઈથી બદલવાનું નક્કી કર્યું છે.
ADVERTISEMENT

બદલાશે ચેક પેમેન્ટની રીત
બેંક ઓફ બરોડા ગ્રાહકોને માટે 1 જૂનથી ચેકથી પેમેન્ટ કરવાની રીત બદલવાની છે. દગાખોરીનો શિકાર બનનારા બેંકે ગ્રાહકોને માટે પોઝિટિવ પે કન્ફર્મેશન અનિવાર્ય રહેશે. પોઝિટિવ પે પેમેન્ટ એક પ્રકારનું ફ્રોડ પકડવાનું ટૂલ છે. બેંક ઓફ બરોડાના અધિકારીઓનું કહેવું છે કે ગ્રાહકોનને નવી પોઝિટિવ પે સિસ્ટમના આધારે ચેકની ડિટેલ્સને પણ રિકન્ફર્મ કરવાની રહેશે. જ્યારે તે 2 લાખ રૂપિયા કે તેનાથી બેંકના ચેક જાહેર થશે. આ નિયમ 1 જૂન 2021થી લાગૂ થશે. જેમાં 50000 રૂપિયાથી વધુના ચેક માટેનું કન્ફર્મેશન લેવાશે. જો કોઈ ગ્રાહકની ડિટેલ્સ મેચ નહીં થાય તો તેને રિજેક્ટ કરવામાં આવશે. આ સિવાય તેમાં કોઈ ભૂલ લાગશે તો રિજેક્ટ કરી શકાશે.
ADVERTISEMENT
રસોઈ ગેસના સિલિન્ડરના ભાવ
1 જૂનથી એલપીજી એટલે કે રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર આવી શકે છે. તેલ કંપનીઓ રસોઈ ગેસના નવા ભાવ જાહેર કરે છે. અનેક વાર તો મહિનામાં 2 વાર પણ ભાવમાં વધારો કરાય છે. હાલમાં 14.2 કિલોના સિલિન્ડરના ભાવ 809 રૂપિયા છે. જેમાં નવા મહિને વધારો આવી શકે છે. અથવા આ જ ભાવ સ્થિર રહી શકે છે.

ADVERTISEMENT
સ્મોલ સેવિંગ્સ સ્કીમના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર
PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્ધ જેવી નાની સેવિંગ્સ સ્કીમના વ્યાજના દરમાં પણ આ મહિને ફેરફાર થવાની શક્યતા છે. સરકારની તરફથી દર 3 મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમના નવા વ્યાજ દર લાગૂ કરાય છે. અનેક વાર એવું બને છે કે જૂના વ્યાજ દર જ રિવાઈઝ કરાય છે. 31 માર્ચે 2020-21ની છેલ્લી 3 મહિનામાં નવા વ્યાજ દર નક્કી કરાય છે. 30 જૂને આ નવા ફેરફાર આવે તે શક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.