બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ban on The Kerala Story explainer can a state ban a film after it has been passed by the censor board

જાણવા જેવું / રાજ્ય સેન્સર બોર્ડ તરફથી પાસ ફિલ્મ પર શું કોઇ રોક લગાવી શકે? જાણો શું કહે છે કાયદો

Arohi

Last Updated: 02:11 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ban on The Kerala Story: બોલિવુડ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' પર પહેલા કેરલ સરકાર અને હવે પશ્ચિમ બંગાળ સરકારે બેન લગાવી દીધો છે. ત્યાં જ યુપીના સીએમ યોદી આદિત્યનાથ સરકારે તેને ટેક્સ ફ્રી કરી દીધી છે. જાણો કોઈ રાજ્ય સેન્સર બોર્ડમાંથી ફિલ્મ પાસ થયા બાદ તેના પર બેન લગાવી શકે છે?

  • યુપીની યોગી સરકારે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને કરી દીધી છે ટેક્સ ફ્રી 
  • કેરલ અને પશ્ચિમ બંગાળ સરકારે 'ધ કેરલા સ્ટોરી' પર લગાવ્યો છે બેન 
  • જાણો સેન્સર બોર્ડમાંથી ફિલ્મ પાસ થયા બાદ રાજ્ય લગાવી શકે બેન? 

બોલિવુડની અત્યાર સુધીની ઘણી એવી ફિલ્મો છે જેના પ્રદર્શન પર અલગ અલગ પાજ્યોમાં બેન લગાવવામાં આવ્યો છે. આજકાલ 'ધ કેરલા સ્ટોરી'ને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. સૌથી પહેલા કેરલની સરકારે આ ફિલ્મ પર રોક લગાવી. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની સરકારે પણ ફિલ્મ પર બેન લગાવી દીધો છે. 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આ બેનની આલોચના કરી છે. ત્યાં જ ઘણા લોકો એવા પણ છે જે તેને અભિવ્યક્તિની આઝાદીનું હનન બતાવી રહ્યા છે. આ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે શું રાજ્ય સરકારોની પાસે સેન્સર બોર્ડની પાસે કોઈ ફિલ્મ પર બેન લગાવવાનો કાયદેસર અધિકાર છે કે નહીં? 

શું કરે છે સેન્સર બોર્ડ? 
ભારતમાં ફિલ્મોની તપાસ અને કંઈક આપત્તિજનક મળી આવવા પર તેને દૂર કરાવવાની જવાબદારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે સીબીએફસીની પાસે છે. સીબીએફસીને વર્ષ 1983 સુધી સેન્ટ્રલ ફિલ્મ સેન્સર બોર્ડના નામથી જાણવામાં આવતું હતું. 

દેશમાં કોઈ ફિલ્મને રિલીઝ કરવા પહેલા સેન્સર બોર્ડથી સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. આ સર્ટિફિકેટ વગર દેશમાં ક્યાર પણ ફિલ્મ રિલીઝ નથી થઈ શકતી. જોકે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવા માટે આ બિલકુલ જરૂરી નથી. 

સેન્સર બોર્ડ કેવી રીતે આપે છે ફિલ્મને સર્ટિફિકેટ? 
કોઈ પણ ફિલ્મને સેન્સર બોર્ડથી સર્ટિફિકેટ લેવામાં લગભગ 2 મહિનાનો સમય લાગે છે. સૌથી પહેલા સેન્સર બોર્ડને જ્યુરી મેમ્બર ફિલ્મ આપે છે. જો તમને ફિલ્મમાં કોઈ સીન આપત્તિજનક લાગે તો તેને કાપી નાખવામાં આવે છે. 

ત્યાર બાદ બોર્ડ ફિલ્મોને ચાર કેટેગરીમાં સર્ટિફિકેટ આપે છે. સૌથી પહેલા 'યુ સર્ટિફિકેટ' જેનો મતલબ છે કે આ ફિલ્મને કોઈ પણ ઉંમર અને વર્ગના લોકો જોઈ શકે છે. તેમાં કંઈ પણ આપત્તિજનક નથી. પછી 'યુએ સર્ટિફિકેટ' હેઠળ આવનાર ફિલ્મોને 12 વર્ષથી નાના બાળકો પોતાના માતા-પિતાની સાથે જોઈ શકે છે. 'એ સર્ટિફિકેટ' વાળી ફિલ્મોને 18 વર્ષ કે વધારે ઉંમરના લોકો જ જોઈ શકે છે. ત્યાં જ 'એસ સર્ટિફિકેટ' વાળી ફિલ્મોને ડોક્ટર, સાયન્ટિસ્ટ જેવા સ્પેશિયલ દર્શક જ જોઈ શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

શું સેન્સર બોર્ડ ફિલ્મને કરી શકે છે બેન? 
સીબીએફસી સિનેમેટોગ્રાફી એક્ટ 1952 અને સિનેમેટોગ્રાફી રૂલ 1983ના હેઠળ કામ કરે છે. એટલે કે સેન્સર બોર્ડ કોઈ પણ ફિલ્મને બેન ન કરી શકે. જોકે જો સીબીએફસી ઈચ્છે તો કોઈ ફિલ્મને સર્ટિફિકેટ આપવાથી ઈનકાર જરૂર કરી શકે છે. એવામાં ફિલ્મ કોઈ પણ થિયેટરમાં રિલીઝ ન કરી શકાય. અપ્રત્યક્ષ રીતે કહીએ તો આ તે ફિલ્મ માટે બેન જેવી સ્થિતિ થશે. 

કેન્દ્રએ 31 માર્ચ 2022એ સંસદના ઉચ્ચ સદનમાં કહેવામાં આવ્યું છે કે સીબીએફસી કોઈ ફિલ્મને બેન નથી કરી શકતું. પરંતુ સિનેમેટ્રોગ્રાફી એક્ટ 1952(B) હેઠળ દિશાનિર્દેશોના ઉલ્લંધન પર સર્ટિફિકેટ આપવાથી ઈનકાર કરી શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

શું કેન્દ્ર કરી શકે છે ફિલ્મ બેન? 
કેન્દ્ર સકાર ઈચ્છે તો સિનેમેટોગ્રાફી એક્ટ 1952(5E) હેઠળ સેન્સર બોર્ડના સર્ટિફિકેટ જાહેર કર્યા બાદ પણ કોઈ ફિલ્મને બેન કરી શકે છે. જરૂરી લાગવા પર કેન્દ્ર સરકાર સીબીએફસીના જાહેર કરેલા સર્ટિફિકેટને રદ્દ પણ કરી શકે છે. 

કેન્દ્ર સરકારે 2022માં સિનેમેટોગ્રાફી એક્ટમાં ફેરફાર માટે બિલ પણ રજૂ કર્યું છે. તેમાં જોગવાઈ કરવામાં આવી હતી કે જો દર્શકોને કોઈ ફિલ્મ પર આપત્તિ હોય તો કેન્દ્ર સરકાર તે પ્રદર્શન પર રોક લગાવી શકે છે. આ જોગવાઈ હજુ સુધી પસાર નથી કરવામાં આવી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

શું રાજ્ય ફિલ્મ પર લગાવી શકે પ્રતિબંધ? 
સુપ્રીમ કોર્ટે વર્ષ 2011માં એક નિર્ણયમાં કહ્યું છે કે જો સેન્સર બોર્ડે કોઈ ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું છે તો કોઈ પણ રાજ્ય સરકાર તેના પ્રદર્શન પર પ્રતિબંધ ન લગાવી શકે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ નિર્ણણ પ્રકાશ ઝાની ફિલ્મ 'આરક્ષણ' પર બેન લગાવવાના કેસમાં સંભળાવ્યો હતો. તત્કાલીન યુપી સરકારે ફિલ્મને બેન કરવાની માંગ કરી હતી. 

તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારનું કામ કાયદાની વ્યવસ્થા સંભાળવાનું છે. ન કે કોઈ ફિલ્મની આલોચને કરવાનું. જો આ નિર્ણયને જોઈએ તો 'ધ કેરલા સ્ટોરી' પર લગાવવામાં આવેલા પશ્ચિમ બંગાળ, કેરલ સરકારોના બેન ખોટા છે. સ્પષ્ટ છે કે રાજ્ય સરકારોની પાસે કોઈ પણ ફિલ્મને બેન કરવાનો અધિકાર નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ