બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ban on sale, storage and distribution of gutka, tobacco or nicotine-laced pan masala in state extended for another year

નિર્ણય / BREAKING: વ્યસન છોડો! ગુજરાતમાં ગુટકા, તમાકુનું વેચાણ,સંગ્રહ અને વિતરણ કર્યું ખેર નથી, પ્રતિબંધ વધુ 1 વર્ષ લંબાવાયો

Dinesh

Last Updated: 05:14 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhinagar news : રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ,સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

  • નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહનો પ્રતિબંધ લંબાવાયો
  • તા.13 સપ્ટેમ્બર-2023થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો
  • ગુટકા, તમાકુથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે

gandhinagar news :  રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.13 સપ્ટેમ્બર-2023થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.

ગુજરાત સરકાર દ્વારા તમાકુ પ્રોડક્ટ્સને વેચવાને લઈને વધુ એક વર્ષ આ નિર્ણય  લંબાવાયો | One more year ban on tobacco products state government

ગુટકા પર પ્રતિબંધ
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. 

વધુ એક રાજ્યમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ, ગુજરાતમાં ક્યારે ? | West  bengal put total ban on gutka, pan msala and tobacco products

કાર્યવાહી કરવામાં આવશે
આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news Gutka- Tobacco ban ગુટકા પર પ્રતિબંધ ગુટકા- તમાકુ પ્રતિબંધ તમાકુ પર પ્રતિબંધ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 Gujarat Gutka- Tobacco ban
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ