બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Bail now or later? Dewayat Khawad's remand will be completed today

રાજકોટ / હવે જામીન કે પછી? દેવાયત ખવડના રિમાન્ડ આજે પૂર્ણ થશે, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર

Priyakant

Last Updated: 08:11 AM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યા બાદ કોર્ટે ખવડ સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે આજે આ રિમાન્ડ પૂર્ણ થશે

  • આજે દેવાયત ખવડના રિમાન્ડ થશે પૂર્ણ
  • દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
  • કોર્ટે દેવાયત ખવડના 2 દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર

રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થશે. જોકે અહીં નોંધનીય છે કે, દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદમાં કોર્ટે દેવાયત ખવડ સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે હવે આજે આ રિમાન્ડ પૂર્ણ થશે. જોકે હવે દેવાયત ખવડને ગમે ત્યારે કોર્ટમાં રજૂ કરાઇ શકે છે. જ્યાં તેને જામીન મળે છે કે નહીં તે ઉપર સૌ કોઈની નજર છે. 

રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલો કરવાનો મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર થયાં છે.  સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે હવે આજે આ રિમાન્ડ પૂર્ણ થશે. 

દેવાયતે જાતે જ કર્યું હતું સરેન્ડર 

રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલો કરનાર દેવાયત ખવડે જાતે પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. ત્યારે તેને આખી રાત લોકઅપમાં વિતાવી હતી. A-ડિવિઝન પોલીસ રિમાન્ડ માટે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં દેવાયત ખવડને રજૂ કર્યો હતો. અને તેના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. દેવાયત ખવડને 10 દિવસ સુધી આશ્રય આપનારા કોણ હતા તેની પણ પોલીસ તપાસ હાથ ધરશે.

CCTV ફૂટેજમાં કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું: વકીલ

બચાવપક્ષના વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર તેઓનું કહેવું હતું કે, ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે એવું સામે આવી રહ્યું છે. પોલીસે 307 હેઠળ આ FIR કરી છે. આ FIR સંપૂર્ણપણે ખોટી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી. સાતથી આઠ વખત તેને માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ