બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'આખરે 25 વર્ષનો ઇન્તજાર ખતમ થયો!' બોલિવૂડથી લઈને દક્ષિણ સુધી, ભારતની જીતથી ગદગદ થયા ફિલ્મ સ્ટાર્સ

ખુશી / 'આખરે 25 વર્ષનો ઇન્તજાર ખતમ થયો!' બોલિવૂડથી લઈને દક્ષિણ સુધી, ભારતની જીતથી ગદગદ થયા ફિલ્મ સ્ટાર્સ

Last Updated: 12:24 PM, 10 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થઈ છે. ત્યારે સમગ્ર દેશના ક્રિકેટ ફેન્સ ઉપરાંત બૉલીવુડ સ્ટાર્સે પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી આ મેચનો ખિતાબ જીત્યો છે. આ જીત ફક્ત ટીમ ઈન્ડિયાની નથી પરંતુ સમગ્ર ભારતની છે. આ ઐતિહાસિક જીત માટે આખું ભારત અને બૉલીવુડ સ્ટાર્સ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે. ત્યારે ચાલો જોઈએ કે કોણે ટીમને શુભેચ્છા આપી.

બિગ બી એ આપી પ્રતિક્રિયા

અમિતાભ બચ્ચને ભારતની જીત પર એક ટ્વીટ શેર કર્યું અને લખ્યું, 'T 5311 - ચેમ્પિયનશિપ જીત - શાંત, સંગઠિત અને સુઆયોજિત. કોઈ નાટક નહીં, કોઈ ગભરાટ નહીં. બસ, એક શાનદાર પ્રદર્શન.!! ભારત'

25 વર્ષની રાહનો અંત- વિવેક ઓબેરોય

વિવેક ઓબેરોયે X પ્લેટફોર્મ પર એક ટ્વીટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું "ઓયે હોયે!' 25 વર્ષની રાહનો અંત આવ્યો! આજે રોહિતના લાયન્સે ચેમ્પિયન્સ ટ્રોફી 2000 ના સ્કોરને ન્યુઝીલેન્ડ સાથે બરાબરી કરી! મિત્રો, આ ટ્રોફી આપણો હક હતો, અને ટીમ ઇન્ડિયાએ માત્ર ટ્રોફી જીતી જ નહીં પરંતુ ભારતના લોકોના દિલ પણ જીતી લીધા. રોહિત શર્માએ હંમેશની જેમ એક ઉદાહરણ બેસાડ્યું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ હવે ટીમ ઈન્ડિયાના નામે છે. મારો ભારત મહાન છે, જય હિન્દ!"

રામ ચરણે પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા

ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા સાઉથ સુપરસ્ટાર રામ ચરણે પોતાના X હેન્ડલ પર લખ્યું "કેટલી સરસ મેચ હતી! વિજય બદલ અમારા ચેમ્પિયન્સને અભિનંદન."

વધુ વાંચો: ફાઈનલ મેચે રચ્યો ઇતિહાસ, ઓનલાઈન દર્શકોની સંખ્યા 900000000 સુધી પહોંચી, તમામ રેકોર્ડ ધ્વસ્ત

સુપરસ્ટાર મામૂટીએ ખુશી વ્યક્ત કરી

સુપરસ્ટાર મામૂટીએ લખ્યું "ટીમ ઈન્ડિયાને ઉત્તમ અને વ્યાપક ચેમ્પિયન્સ ટ્રોફી જીત બદલ અભિનંદન."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Champions Trophy Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ