બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Ayodhya Ram Mandir these superstars didn't get invited to Ram temple Pran Pratishtha, know who will go
ADVERTISEMENT
જે ક્ષણની સમગ્ર દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ ક્ષણ હવે આવી ગઈ છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને હવે આવતીકાલે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. ઘણા દિગ્ગજ નેતાઓ અને હિન્દી સિનેમાના કલાકારો પણ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનશે. સરકાર દ્વારા મોટાભાગના લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે પરંતુ હજુ પણ કેટલાક એવા છે જેમને આ આમંત્રણ મળ્યું નથી.

ADVERTISEMENT
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ કેટલાક દિગ્ગજ એવા છે જેમને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું નથી. આમંત્રિત સ્ટાર્સની યાદીમાં અક્ષય કુમાર, કંગના રનૌત, અનુપમ ખેર અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે.
જોકે, સુપરસ્ટાર સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન જેવા સ્ટાર્સ આ યાદીમાં નથી. આ સ્ટાર્સને આમંત્રણ મળ્યું નથી. જો કે, માત્ર આ ત્રણેય ખાન જ નહીં પરંતુ કરણ જોહર, દીપિક પાદુકોણ, રણવીર સિંહ, કેટરિના કૈફ, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર્સને પણ પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ મળ્યું નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: 'તેઓને સનાતન ધર્મનો અર્થ જ નથી ખબર', રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શું બોલ્યા રામાયણના લક્ષ્મણ
આ સિવાય વિવેક અગ્નિહોત્રીને રામ મંદિરનું આમંત્રણ મળ્યું છે પણ તેઓ જશે નહીં. તેણે કહ્યું કે તે 22 જાન્યુઆરીએ ભારતમાં નહીં હોય. આ કારણોસર તે આ પ્રસંગે હાજર રહી શકશે નહીં. આ સિવાય સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળ્યું છે પરંતુ કહેવાય રહ્યું છે કે તે તેની આવનાર ફિલ્મના શૂટિંગ વ્યસ્ત છે એટલા માટે આ કાર્યક્રમમાં જશે નહીં.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.