બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Axars magic continues England is in pressure in the first session

ક્રિકેટ / IND vs ENG : અક્ષર-અશ્વિન સામે ઈંગ્લેન્ડનાં બેટ્સમેન ધરાશાયી, 205માં થઈ ઓલઆઉટ

Published By: Nikul

Last Updated: 05:20 PM, 4 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ચોથી ટેસ્ટ મેચ આજથી અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરુ થઈ ગઈ છે. જેમાં ઈંગ્લેન્ડનું કંગાળ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. મેચનાં પહેલા સેશનમાંજ ભારત ઈંગ્લેન્ડ સામે ડોમિનેટેડ જોવા મળી હતી.પહેલા દિવસની રમતનાં અંત સુધીમાં ભારતે ઈંગ્લેન્ડને 205 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને ભારત 1 વિકેટ ગુમાવીને 24 રનનો સ્કોર બનાવી શક્યુ હતું. ભારત હાલ ચાર મેચની સિરીઝમાં 2-1થી આગળ છે.

  • ભારત ચાર ટેસ્ટની સિરીઝમાં 2-1થી આગળ
  • અક્ષર અને સિરાજે 2-2 વિકેટ ઝડપી
  • જો રુટ ફરીથી સસ્તામાં આઉટ થયો

પહેલા દિવસની રમત પૂરી 

પહેલા દિવસની રમત પૂરી થતા ભારતનો સ્કોર 1 વિકેટ ગુમાવીને 24 રન હતો. જેમાં ચેતેશ્વર પુજારા 15 બનાવીને રમી રહ્યો છે અને રોહિત શર્મા 4 રન સાથે ક્રિઝ પર નોટઆઉટ છે. ભારત ઈંગ્લેન્ડનાં સ્કોરથી 181 રન પાછળ છે.

ઈન્ડિયાને પહેલો ફટકો

ઈંગ્લેન્ડને 205માં સમેટી લીધા બાદ ભારતની પહેલી ઈનિંગ શરુ થઈ છે ત્યારે ભારત માટે પણ જાણે અમદાવાદમાં કપરા ચઢાણ હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. ભારતને પહેલી ઓવરનાં ત્રીજા બોલ પર શૂન્ય રને પહેલો ફટકો મળ્યો છે. શુભમન ગીલ જેમ્સ એન્ડરસનના બોલ પર શૂન્ય રને આઉટ થયો છે.

અક્ષરે ફરીથી ફીરકીનો જાદુ ચલાવ્યો

ઈંગ્લેન્ડને ફરીથી ઘૂંટણીયે લાવવામાં ચોથી ટેસ્ટમાં પણ અક્ષર અને અશ્વિનનો સિંહ ફાળો રહ્યો. જેમાં અક્ષર પટેલે ચાર અને અશ્વિને 3 વિકેટ લીધી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધારે 55 રન બનાવ્યા જ્યારે ડેન લોરેન્સે 46 રન બનાવ્યા હતા. 

 

 

205માં ઈંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ

ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં ફક્ત 205 રન બનાવી શકી. ઈંગ્લેન્ડની છેલ્લી વિકેટ જેક લીચનાં નામની પડી જેને રવિચંદ્રન અશ્વિને એલબીડબલ્યુ આઉટ કર્યો. આ સિરીઝમાં ભારતનો દબદબો ચાલુ જ છે.  

200માં 9 વિકેટ ગુમાવી

ઈંગ્લેન્ડનાં બેટ્સમેન ફરી એકવાર અક્ષર પટેલની બોલિંગમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા. અક્ષર પટેલે 71મી ઓવરમાં બે વિકેટ ઝડપી. ઓવરનાં પહેલા બોલ પર તેણે લોરેન્સને આઉટ કર્યું અને લોરેન્સ બાદ બેસ ચોથા બોલ પર આઉટ થયો. ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 189 રન પર 9 વિકેટ હતો.

અશ્વિને લીધી બીજી વિકેટ

ઈંગ્લેન્ડની ટીમને 170નાં સ્કોર પર સાતમો ઝટકો વાગી ગયો. ઈંગ્લેન્ડનાં બેન ફોક્સ અશ્વિનની ઓવરમાં રહાણેને સ્લીપમાં કેપ આપી બેઠો. અશ્વિનની આ મેચમાં બીજી વિકેટ હતી. 

ઈંગ્લેન્ડનો છઠ્ઠો ઝટકો

ઈંગ્લેન્ડનો સ્કોર ટી બ્રેક સુધી 144 રન પર પાંચ વિકેટ હતો. જ્યારે ટી બ્રેક બાદ રમત શરુ થઈ ત્યારે 166 ના સ્કોર પર ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ પડી હતી. જેમાં ઓલી પોપ 29 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 

ઈંગ્લેન્ડને પાંચમો ફટકો

ઈગ્લેન્ડને 121 રન પર પાંચમો ઝટકો મળ્યો છે. વોશિંગ્ટન સુંદરે સેટ બેટ્સમેન સ્ટોક્સને 55 રનનાં અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કરી દીધો છે.

 

સિરાજે ચોથો ઝટકો આપ્યો

ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ ફરી એકવાર મોહમ્મદ સિરાજને ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યો છે ત્યારે તેણે પણ તેની બોલિંગને તરખાટ મચાવ્યો હતો. સિરાજે ઈંગ્લેન્ડની 2 વિકેટ ખેરવી હતી જેમાં કેપ્ટન જો રુટની વિકેટનો પણ સમાવેશ થાય છે. સિરાજે લંચ બાદ ઈંગ્લેન્ડની ટીમને ચોથો ફટકો આપ્યો હતો. જેનાં લીધે ઈંગ્લેન્ડનો સ્કોર 78 રન પર 4 વિકેટ હતી.

લંચ પહેલા ઈંગ્લેન્ડ દબાવમાં

લંચ પહેલા ભારતે ઈંગ્લેન્ડ પર પૂરો દબાવ બનવી રાખ્યો હતો જેમાં ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટ ગુમાવીને 74 રન હતો. જેથી પહેલો સેશન ભારતનાં નામે રહ્યો હતો. લંચ પહેલા ઈંગ્લેન્ડની ટીમ પર અક્ષર પટેલ દબાવ બનાવવામાં સફળ રહ્યો હતો.

અક્ષરનો જાદુ ફરી ચાલ્યો

અક્ષર પટેલે ફરી એક વાર તેની ફિરકીનો જાદુ ચલાવ્યો હતો અને લાસ્ટ મેચનું ફોર્મ આજની મેચમાં પણ બરકરાર રાખ્યુ છે. અક્ષર પટેલે ઈંગ્લેન્ડને માત્ર 10 રનનાં સ્કોર પર પહેલો ઝટકો આપ્યો હતો અને ત્યારબાદ 15 રને બીજી ઝટકો આપ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket England INDvsENG India test match ઈંગ્લેન્ડ ક્રિકેટ ટેસ્ટ મેચ ભારત Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ