બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / સ્પોર્ટસ / Cricket / Axar patel get this record for his name with 27 wickets

ક્રિકેટ / ડેબ્યૂ સિરીઝમાં 27 વિકેટ લઈને અક્ષર પટેલે આ રેકોર્ડ બનાવી રચ્યો ઈતિહાસ

Nikul

Last Updated: 07:43 PM, 6 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષર પટેલે તેની ડેબ્યૂ સિરીઝમાં 27 વિકેટ લઈને એક રેકોર્ડ બનાવ્યો છે, તેણે પૂર્વ સ્પિનર દિલીપ જોષીની બરાબરી કરી લીધી છે અને અક્ષરે અશ્વિનનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

  • ટેસ્ટ સિરીઝ 3-1થી ભારતે પોતાના નામે કરી લીધી
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટ સિરીઝમાં ભારતે પહેલી ટેસ્ટ મેચ હારી હતી
  • અશ્વિને 2011-12માં ડેબ્યૂ સિરીઝમાં 3 ટેસ્ટ મેચની સિરીઝમાં 22 વિકેટ લીધી

લોર્ડ્સનાં મેદાનમાં ન્યૂઝીલેન્ડ સામે ભીડશે

રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલની ફિરકીમાં ઈંગ્લેન્ડનાં બેટ્સમેન ચોથી ટેસ્ટમાં પણ ના ટકી શક્યા અને આખરે ટેસ્ટ સિરીઝ 3-1થી ભારતે પોતાના નામે કરી લીધી. જેથી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવામાં કામયાબ બન્યુ છે. જૂનમાં તે લોર્ડ્સનાં મેદાનમાં ન્યૂઝીલેન્ડ સામે ભીડશે. ભારતની આ જીતથી ઓસ્ટ્રેલિયાનું પણ WTCની ફાઇનલમાં જવાનું સપનું રોળાઈ ગયુ છે.

ANI Photo/BCCI Twitter

ક્રિકેટનાં ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ 

ભારતીય ટીમની ટેસ્ટ ક્રિકેટનાં ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે કે જેનાં નામે સિરીઝની પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ સિરીઝ જીતવાનો રેકોર્ડ બન્યો છે. ભારતે આ કારનામો બે વાર કર્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટ સિરીઝમાં ભારતે પહેલી ટેસ્ટ મેચ હારી હતી અને બાદમાં તેણે સિરીઝ જીતી લીધી હતી. ભારતની સિરીઝ જીતમાં અશ્વિન અને અક્ષરનો મોટો હાથ છે. ખાસ કરીને અક્ષર પટેલે ડેબ્યૂ મેચમાંજ ચાર વખત 5 વિકેટ લઈને ઇતિહાસ રચી દીધો છે. અક્ષરે ઈંગ્લેન્ડની સામે બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની ડેબ્યૂ મેચમાં આ સ્પિનરે 5 વિકેટ લીધી હતી.

ANI Photo/BCCI Twitter

અક્ષરે 27 વિકેટ પોતાના નામે કરી

અક્ષરનાં નામે હવે એક બીજો ખાસ રેકોર્ડ બન્યો છે. આ સિરીઝમાં અક્ષરે 27 વિકેટ પોતાના નામે કરી છે. ડેબ્યૂ સિરીઝમાં સૌથી વધારે વિકેટ લેનાર અક્ષર ભારતનો બોલર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ દિલીપ જોષીનાં નામે હતો 1979-80માં ઓસ્ટ્રેલિયા સામેની સિરિઝમાં તેમણે 27 વિકેટ લીધી હતી. જોકે તેમણે ડેબ્યૂ સિરીઝમાં 6 મેચ રમી હતી. તે ઉપરાંત શિવલાલ યાદવે તેમની ડેબ્યૂ સિરીઝમાં 24 વિકેટ લીધી હતી, અશ્વિને 2011-12માં ડેબ્યૂ સિરીઝમાં 3 ટેસ્ટ મેચની સિરીઝમાં 22 વિકેટ લીધી હતી. જ્યારે શ્રીનિવાસારાઘવાન વેંકટરાઘવને 4 ટેસ્ટની સિરીઝમાં 21 વિકેટ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ