ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Avoiding 3 months for EMI payment can prove to be costly due to interest charges

ગણતરી / લોનના 3 હપ્તા ટાળશો તો જાણો તમને કેટલી અસર પડશે, આટલી રકમ ચૂકવવી પડશે

Published By: Shalin

Last Updated: 06:54 PM, 2 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ કોરોના વાયરસના પગલે દેશમાં ચાલી રહેલા લોક ડાઉનથી ઉદ્યોગ ધંધા થપ્પ થઇ જતા લોકોને બેંક લોનની ચુકવણીમાં રાહત આપી છે અને ૩ મહિના સુધી EMIની અવધી લંબાવી શકવાની સુવિધા આપી છે. આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે SBIએ તેના ગ્રાહકો ગાઈડલાઈન્સ આપી છે. જો તમે SBIના ગ્રાહક છો અને તમારે EMIની અવધી આ ૩ મહિના ન ભરીને આગળ લંબાવવી હોય તો તમારે આ પગલા ભરવા પડશે. જો કે RBIએ કહ્યું છે કે આમ કરવાથી તમારી કુલ ચુકવણીનું ભારણ વધી જશે કારણ કે આ સમયગાળા દરમિયાનનું વ્યાજ ચઢતું રહેશે. તે કુલ વ્યાજ કેટલું છે તેની ગણતરી SBIએ તેની વેબસાઈટ ઉપર સમજાવી છે.

ADVERTISEMENT

  • જો કોઈ ગ્રાહક ૩૦ લાખ રૂપિયાની હોમ લોન લે છે અને તેની EMIની અવધી ૧૫ વર્ષ બાકી છે તો ૩ મહિનાની EMI લંબાવવાની સુવિધાને કારણે તેને ૨.૩૪ લાખ રૂપિયાનું વધારાનું વ્યાજ ભરવું પડશે. આ વ્યાજ ૮ EMI જેટલું છે. 
  • તે જ પ્રમાણે જો ગ્રાહકે ૬ લાખ રૂપિયા સુધીની કાર લોન લીધી છે અને તેની EMIની અવધી ૫૪ મહિના બાકી છે તો ૩ મહિનાની EMI લંબાવવાની સુવિધાને કારણે તેને ૧૯ હજાર રૂપિયાનું વધારાનું વ્યાજ ભરવું પડશે. આ વ્યાજ ૧.૫ EMI જેટલું છે. 
Source : sbi.co.in

SBIએ આ સંદર્ભે કયા ફોર્મ ભરવા તે માટેની વિગતવાર માહિતી તેની વેબસાઈટ ઉપર આપી છે. આ સુવિધા માટે SBIએ NACH (National Automated Clearing House)ને સાંકળી લીધું છે.

SBIએ કહ્યું છે કે ગ્રાહકોને આ પ્રમાણેનાં વિકલ્પો મળે છે.

૧. જેમણે ૧લી માર્ચથી ૩૧મી મે સુધીની ટર્મ લોનના EMI લંબાવવા ન હોય તેઓ નિયમિત ચુકવણી ચાલુ રાખી શકે છે.

૨. જેમણે આ દરમિયાન ચુકવણી ન કરવી હોય અને અવધી લંબાવવી હોય તેમણે NACH (National Automated Clearing House)વડે Annexure-I અરજી ભરીને 
જે તે શહેરના ઈ મેઈલ IDમાં સબમિટ કરાવવી પડશે. આ ઈમેલ IDની યાદી Annexure-IIની અંદર મળી રહેશે. આ અરજી જે તે વિસ્તારની હોમ બ્રાંચમાં હાથોહાથ પણ સબમિટ થઇ શકશે. 

Source : sbi.co.in

૩. જેમણે પહેલેથી જ EMI ભરી દીધા હોય અને તેમને રીફંડ જોઈતું હોય તેઓએ પણ  Annexure-I અરજી ભરીને જે તે શહેરના ઈ મેઈલ IDમાં સબમિટ કરાવવી પડશે.

અહીં નોંધનીય છે કે અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રોસેસ માટે ૭ ચાલુ દિવસો જેટલો સમય જશે. 

અહીં SBIએ ખાસ નોંધ લીધી છે કે આ EMI માફ થઇ ગયા નથી ફક્ત લંબાવવામાં આવ્યા છે. અલબત્ત આ સમયગાળામાં EMI ઉપર વ્યાજ ચઢતું રહેશે. પરિણામે છેલ્લે ભરેલી કુલ રકમ આ સુવિધા પછી ગણતરી થયેલ રકમ કરતા વધારે થશે કારણ કે તેની ઉપર ૩ મહિના વધારાનું વ્યાજ ચઢ્યું છે.

આ શરતો તમે SBIની સત્તાવાર વેબસાઈટ ઉપર અને પ્રશ્નોત્તરી સ્વરૂપે પણ વાંચી શકશો. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus EMI Loan RBI SBI કોરોના વાયરસ લોન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ