બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Avadh mahel know about rajkots famous haunted place

ભૂતિયા મહેલ / રાજકોટની એવી જગ્યા જ્યાં રાત્રે તો શું દિવસે જતા પણ લોકો ડર છે, પોચા દિલવાળાનું કામ નહીં

Dinesh

Last Updated: 09:22 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Haunted Place: તમે પણ નાનપણમાં તમારી સ્કૂલ કબ્રસ્તાન પર બનેલી છે, અથવા તો ફલાણી ગલીમાં કંઈક થાય છે એવી વાતો સાંભળી હશે, જેમના દાદા પાસે ભૂતે બીડી માંગીને પીધી હશે. આવી અનેક વાતો તમે ભલે સાંભળી હોય, પરંતુ આજે અમે તમને રાજકોટની એક એવી જગ્યા વિશે જણાવીશું, જ્યાં રાત્રે તો ઠીક, દિવસે જતા પણ લોકોના હાંજા ગગડી જાય છે

  • રાજકોટની આ જગ્યા ભૂતિયા મહેલ તરીકે છે પ્રખ્યાત
  • જાણો ભૂતિયા મહેલ પાછળની લોકવાયકા
  •  રાત્રે તો ઠીક દિવસે જતા પણ હાંજા ગગડી જાય

સવારના 9 વાગ્યાનો સમય છે. એક ખુલ્લી વેરાન જગ્યા, જ્યાં આસપાસ કેટલાક સૂકાયેલા અને કેટલાક લીલા ઝાડ છે. ચાલીએ તો ખરેલા પાંદડાનો કચર કચરનો અવાજ, જાણે કોઈ આપણો પીછો કરતું હોય એવો ભાસ કરાવે છે. પણ પાછળ ફરીને જોઈએ તો કોઈ નથી. ખુલ્લી ભેંકાર ભાસતી જગ્યાની વચ્ચે સફેદ કલરનું એક મકાન જેવું સ્ટ્રક્ચર છે, જેને લોકો મહેલ તરીકે ઓળખે છે. જેમ જેમ આગળ જઈએ તેમ તેમ આ જગ્યા વધારે ભેંકાર ભાસતી જાય છે, સતત એવો અહેસાસ થાય કે જાણે તમારી આસપાસ કોઈ છે. 

જ્યારે તમે આ સફેદ મકાનની નજીક પહોંચો છો, ત્યાં પેવર બ્લોકનું પ્લેટફોર્મ પણ છે. પરંતુ જો તમે આ મકાનને ધ્યાનથી જોશો, તો એના એક પણ બારી બારણા નથી. ક્યાંક ક્યાંક વેન્ટિલેશનની જગ્યા તો છે, પરંતુ અંદર ન તો પ્રકાશની કોઈ વ્યવસ્થા છે, ન તો કોઈ સામાન છે. જેમ જેમ તમે મકાનની અંદર જતા જાવ છો, તો બાજુમાં ઉભેલા વ્યક્તિને પણ ન જોઈ શકાય તેવું કાળુ ભમ્મર અંધારું છવાતું જાય છે. તમે જ્યાં જાવ ત્યાં સીડીમાં રૂમમાં ઠેકઠેકાણે જંગલી વનસ્પતિ ઉગેલી દેખાય છે, જે પુરાવો આપે છે કે વર્ષોથી આ મકાનમાં કોઈ રહી શક્યું નથી. 

અચાનક જો કોઈ લાઈટ કરે, તો તમને દેખાય છે દીવાલ પર ચિતરાયેલા કેટલાક શબ્દો, નામો અથવા તો બિહામણી આકૃતિઓ. જો કે, આ આકૃતિઓ કે નામ તમારા અને મારા પહેલા અહીં આવી ચૂકેલા કેટલાક વ્યક્તિઓએ જ કરેલી છે, એટલે ગભરાવાની જરૂર નથી. પરંતુ આ મકાન જેને રાજકોટના લોકો અવધ મહેલ તરીકે ઓળખે છે, તેની અંદર સ્મશાનવત્ શાંતિ છે, જેને લીધે તમારા પોતાના ધબકારા પણ તમને સંભળાય છે. 

આ જગ્યા છે અવધ મહેલ, જે રાજકોટ શહેરથી 8 કિલોમીટર દૂર કાલાવડ રોડ પર આવેલી છે. અવધ મહેલ ભૂતિયા જગ્યા તરીકે આખા ભારતમાં ફેમસ થઈ ચૂક્યો છે. જો કે, અહીં ભૂત-પ્રેત છે કે નહીં તે એક સવાલ છે. પરંતુ લોકવાયકા એવી છે કે રાત્રે અહીં એક યુવતીનો રડવાનો અવાજ સંભળાય છે. તો કેટલાક લોકોનો દાવો પણ છે કે તેમણે આ યુવતીને અહીં જોઈ પણ છે.

વાંચવા જેવું: સિવિલ હોસ્પિટલમાં ગુપ્ત અંગદાનની બીજી ઘટના: બે કિડની અને એક લીવરનું દાન મળ્યું

રાજકોટના સ્થાનિકોમાં પ્રચલિત માન્યતા મુજબ કેટલાક વર્ષો પહેલા અવધ મહેલમાં એક યુવતી પર બળાત્કારની ઘટના બની હતી, જે બાદ તેનું મૃત્યુ થયું હતું. ત્યારથી આ યુવતીની આત્મા અહીં ભટકી રહી છે. જેને કારણે અવધ મહેલની માન્યતા ભૂતિયા મહેલ તરીકે થઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ