બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મુંબઈ / auspicious day Hanuman Jayanti was special for these people stock market got rich

ફાયદો / હનુમાન જયંતીનો શુભ દિવસ આ લોકો માટે રહ્યો ખાસ, શેર બજારમાં થયા માલામાલ

Ajit Jadeja

Last Updated: 04:15 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારુતિ સુઝુકીના શેર લગભગ 1.5% ના વધારા સાથે ₹13,005.20 ના ઉચ્ચ સ્તરે પહોંચવામાં સફળ

Maruti Suzuki : મારુતિ સુઝુકીના રોકાણકારો માટે હનુમાન જયંતિનો દિવસ શુભ સાબિત થયો છે. આ શુભ અવસર પર મારુતિ સુઝુકીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, જેના પછી આ શેર નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. મંગળવારે મારુતિ સુઝુકીના શેર લગભગ 1.5% ના વધારા સાથે ₹13,005.20 ના ઉચ્ચ સ્તરે પહોંચવામાં સફળ રહ્યા છે, જે અત્યાર સુધીનું રેકોર્ડ ઉચ્ચ સ્તર છે. આ પહેલા આ શેરનું રેકોર્ડ ઉચ્ચ સ્તર પ્રતિ શેર ₹12,985.7 હતું. 

મહિનામાં છ ટકા વધારો

કંપની આ સપ્તાહે શુક્રવાર (26 એપ્રિલ)ના રોજ બિઝનેસ વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. મારુતિ સુઝુકીના શેર પ્રદર્શન વિશે વાત કરીએ તો, છેલ્લા એક મહિનામાં તેમાં 6% થી વધુનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ સ્ટોક 22% વધ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન આ સ્ટોકમાં 50% થી વધુનો વધારો જોવા મળ્યો છે. 

શેરમાં વધારો થવાનું કારણ શું છે?

નવો પ્લાન્ટ શરૂઃ ઓટો સેક્ટરની આ કંપનીના શેરમાં હાલના ઉછાળા પાછળ ત્રણ મોટા ટ્રિગર્સ કામ કરી રહ્યા છે. કંપનીએ આ મહિને માહિતી આપી હતી કે હરિયાણામાં માનેસર સુવિધામાં બીજું એસેમ્બલી યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. કંપનીના માનેસરમાં 3 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. નવી એસેમ્બલી ફેસિલિટી વાર્ષિક 1 લાખ યુનિટની ક્ષમતા ધરાવે છે. આ સાથે મારુતિ સુઝુકીના માનેસર પ્લાન્ટની કુલ ક્ષમતા વધીને હવે વાર્ષિક 9 લાખ યુનિટ થઈ ગઈ છે.

કિંમતોમાં વધારોઃ 

આ સિવાય કંપનીએ હાલમાં જ કેટલાક કારના મોડલની કિંમતોમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ સ્વિફ્ટ અને ગ્રાન્ડ વિટારા સિગ્મા વેરિઅન્ટની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમતો પણ 10 એપ્રિલથી લાગુ થઈ ગઈ છે. સ્વિફ્ટની કિંમતમાં ₹25,000 અને ગ્રાન્ડ વિટારા સિગ્માની કિંમતમાં ₹19,000નો વધારો થયો છે. કંપનીએ જાન્યુઆરીમાં ઘણા મોડલની કિંમતમાં 0.45%નો વધારો પણ કર્યો હતો. મોંઘવારી વધવાથી અને કાચા માલના ભાવમાં વધારાને કારણે ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે.

આ પણ વાંચોઃ IT Return ભરવા માટે એજન્ટને રૂપિયા નહીં આપવા પડે, બસ ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ

વેચાણના આંકડામાં મજબૂતાઈ

માર્ચ મહિનામાં મારુતિ સુઝુકીનું કુલ વેચાણ 1,87,196 યુનિટ હતું. આ ડેટા માર્ચ 2024 દરમિયાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટેનો છે. સ્થાનિક બજારમાં કંપનીએ 1,56,330 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 14% વધારે છે. આ સિવાય કંપનીએ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs)ને 4,974 યુનિટ્સ વેચ્યા અને 25,892 યુનિટ્સની નિકાસ કરી છે.

(નોધ: શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર એટલે કે પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Maruti Suzuki share market stock market ભારતીય શેર બજાર મારુતિ સુઝુકી Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ