બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Googleથી Xiaomi સુધી ઓગસ્ટમાં આવશે 7 ધમાકેદાર સ્માર્ટફોન, ખરીદી પહેલાં જાણો સંપૂર્ણ લિસ્ટ
6 ફોટો ગેલેરી
Last Updated: 03:15 PM, 3 August 2026
1/6
જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાની રાહ જોઈ રહ્યા હોય, તો ઓગસ્ટ મહિનો તમારા માટે ખાસ રહેવાનો છે. આ મહિનામાં બજેટ, મિડ-રેન્જ અને પ્રીમિયમ કેટેગરીના અનેક નવા ફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. Google, Xiaomi, Vivo, POCO, Samsung જેવી કંપનીઓ તેમના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેથી જો તમારો હાલનો ફોન બરાબર કામ કરી રહ્યો હોય, તો થોડા દિવસો રાહ જોવી એ સમજદારીભર્યું પગલું હોઈ શકે છે.
2/6
Google Pixel 11 સિરીઝ સૌથી વધુ ચર્ચામાં છે. Google એ તેની Made by Google ઇવેન્ટ 12 ઓગસ્ટ માટે નિર્ધારિત કરી છે. આ સિરીઝમાં Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL અને Pixel 11 Pro Fold જેવા મોડલ્સનો સમાવેશ થવાની અપેક્ષા છે. અહેવાલો અનુસાર, આ ફોન્સમાં નવું Tensor G6 પ્રોસેસર, Android 17 અને ઘણી નવી AI ક્ષમતાઓ જોવા મળી શકે છે. અગાઉના Pixel મોડલ્સની સરખામણીમાં તેની કિંમત થોડી વધારે હોઈ શકે છે.
3/6
Xiaomi 'Redmi Note 17' સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતમાં તેની લોન્ચિંગ તારીખ 6 ઓગસ્ટ હોવાનું કહેવાય છે. આ સિરીઝમાં મોટી બેટરી, AMOLED ડિસ્પ્લે અને નવું Snapdragon પ્રોસેસર હોવાની અપેક્ષા છે. Redmi Note સિરીઝ ભારતમાં હંમેશા ખૂબ જ લોકપ્રિય રહી છે, તેથી આ ફોન માટે પણ લોકોમાં ભારે ઉત્સુકતા છે.
4/6
Vivo તેની S સિરીઝ સાથે ફરી વાપસી કરી શકે છે. રિપોર્ટ અનુસાર, Vivo S2 ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે. તેમાં વિશાળ 7,000mAh બેટરી, 80W ફાસ્ટ ચાર્જિંગ અને OLED ડિસ્પ્લે હોવાની તેમજ કેમેરાની ક્ષમતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હોવાની આશા છે. કંપનીએ આ ફોનની ડિઝાઇનની ઝલક અગાઉ જ રજૂ કરી દીધી છે.
5/6
6/6
Samsungએ ઓગસ્ટમાં જ નવો Galaxy F70 Pro લોન્ચ કર્યો છે. આ ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે Infinix અને iQOO ના નવા ફોન પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે. આનો અર્થ એ છે કે આ મહિને આપણને વિવિધ કિંમતની સીરિઝમાં નવા સ્માર્ટફોન જોવા મળી શકે છે. જો તમારો હાલનો ફોન બરાબર કામ કરી રહ્યો હોય અને તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોય, તો થોડી રાહ જોવી સમજદારીભર્યું રહેશે. આ મહિને નવા મોડલ્સ લોન્ચ થયા પછી તમારી પાસે વધુ વિકલ્પો હશે. વળી, જૂના ફોનની કિંમતો ઘટી શકે છે, જેનાથી તમને વધુ સારી ડીલ મળવાની શક્યતા વધી જશે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ