ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભૂલથી પણ એરપોર્ટ પર કોઈનો સામાન હાથમાં ન ઉઠાવતા, નહીંતર થશે જેલ!

photo-story

4 ફોટો ગેલેરી

તમારા કામનું / ભૂલથી પણ એરપોર્ટ પર કોઈનો સામાન હાથમાં ન ઉઠાવતા, નહીંતર થશે જેલ!

Last Updated: 02:09 PM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એરપોર્ટ પર કોઈ અજાણી વ્યક્તિ તમને પોતાની બેગ થોડીવાર સાચવવા આપે તો ભૂલથી પણ સ્વીકારતા નહીં. કેમ કે આવી એક નાનકડી ભૂલ તમને પોલીસ તપાસથી લઈને ગંભીર કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે.

1/4

photoStories-logo

1. ફ્લાઇટમાં મુસાફરી

ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે એરપોર્ટ પર અનેક લોકો એકબીજાની મદદ કરતા જોવા મળે છે. ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ તમને પોતાનો સામાન થોડીવાર સાચવવા માટે આપી શકે છે, તો કોઈ વોશરૂમ જવાનું કહીને બેગ પકડી રાખવાની વિનંતી કરી શકે છે. સામાન્ય રીતે આપણે મદદ કરવાની ભાવનાથી આવી વિનંતી સ્વીકારી લઈએ છીએ. પરંતુ તમારી આ નાની મદદ ક્યારે મોટી મુશ્કેલી બની જાય તે કહી શકાય નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. અજાણ્યા વ્યક્તિનો સામાન

એરપોર્ટ પર સુરક્ષા તપાસ ખૂબ કડક હોય છે. કોઈપણ પ્રતિબંધિત વસ્તુ વિમાન સુધી ન પહોંચે તે માટે તપાસ થાય છે. ધ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા પણ સલાહ આપે છે કે અજાણ્યા વ્યક્તિનો સામાન ક્યારેય સાથે ન લો. ઘણી વાર તસ્કરો સામાન્ય મુસાફરોને નિશાન બનાવે છે. પૈસા આપીને, મદદની વાત કરીને કે થોડી વાર બેગ પકડી રાખવાનું કહીને તેઓ પોતાનું સામાન બીજા પાસે મૂકી દે છે. આવા બેગમાં નશીલા પદાર્થો, હથિયાર કે બીજા ગેરકાયદેસર વસ્તુઓ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. થાય છે પૂછપરછ

જો તપાસમાં આવું સામાન મળે તો બેગ પકડનાર વ્યક્તિ પાસેથી પૂછપરછ થાય છે. તેને સમજાવવું પડે કે સામાન કોનું છે અને કેવી રીતે તેની પાસે આવ્યું. ભારતમાં નશીલા પદાર્થો અંગે NDPS એક્ટ લાગુ પડે છે. માત્ર બેગ પકડવાથી વ્યક્તિ આપમેળે દોષી ન ઠરે, પણ જાણકારી અને ભૂમિકાની તપાસ થાય છે, જે લાંબી અને તકલીફદાયક પ્રક્રિયા બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. એરપોર્ટ પર આ ભૂલો ક્યારેય ન કરતા

આથી હંમેશા પોતાનું સામાન પોતે પેક કરો, અજાણ્યાની બેગ કે પેકેટ ક્યારેય સાથે ન લો, બંધ પેકેટ કે ગિફ્ટ તરીકે કંઈ સ્વીકારશો નહીં અને સંદિગ્ધ વર્તન જણાય તો તરત સુરક્ષા કર્મચારીઓને જાણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Strangers Luggage Airport Security Rules Airport Luggage Safety Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ