ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / attention customers of credit and debit cards rbi gave this new update

ખાસ વાંચો / તમારા કામનું: ક્રેડિટ અને ડૅબિટ કાર્ડ હોય તો જાણી લો RBIનો નિર્ણય, ક્યારેય નહીં થાય ફ્રોડ

Published By: Kavan

Last Updated: 05:33 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રાહકોના ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે, RBI 1 જાન્યુઆરીથી જે નવો નિયમ લાગુ કરવા જઈ રહી હતી, તેને 6 મહિના માટે લંબાવવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • RBIનો મોટો નિર્ણય 
  • ટૂંક સમયમાં શરૂ થશે ટોકનાઇઝેશન સિસ્ટમ
  • ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકો સાથે નહીં થાય છેતરપિંડી

RBI દ્વારા લાગૂ કરવામાં આવેલ નવા નિયમમાં હવે જૂન પછી કાર્ડ પેમેન્ટનું ટોકનાઇઝેશન લાગુ કરવામાં આવશે.

આ નિયમ 6 મહિના પછી લાગુ થશે

નાની દુકાન હોય કે શોપિંગ મોલ, મોટાભાગના લોકોએ કાર્ડ દ્વારા જ પેમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં, તમે તમારા કાર્ડનો ડેટા કોઈપણ કંપની અથવા વેપારીને આપીએ છીએ અને આ વેપારી અથવા કંપની આપણો ડેટા સ્ટોર કરે છે. તેનાથી ડેટા ચોરી થવાની શક્યતા વધી જાય છે. આવી છેતરપિંડીઓને રોકવા માટે, આરબીઆઈએ એક નવો નિયમ લાવવાની યોજના બનાવી હતી, જે 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહી હતી. પરંતુ ગુરુવારે મોડી રાત્રે રિઝર્વ બેંકે આ અંગે આદેશ જાહેર કર્યો અને કહ્યું કે વેપારીઓ હવે જૂન સુધી જ કાર્ડનો ડેટા સ્ટોર કરી શકશે.

ટોકનાઇઝેશન શું છે?

જ્યારે પણ આપણે કોઈ ખરીદી કરીએ છીએ, ત્યારે આપણા કાર્ડનો ડેટા કોઈપણ કંપની અથવા મર્ચન્ટને આપીએ છીએ અને આ વેપારી અથવા કંપની આપણો ડેટા સ્ટોર કરે છે. તેનાથી ડેટા ચોરી થવાની શક્યતા વધી જાય છે. આવી છેતરપિંડી રોકવા માટે, RBIએ એક નવો નિયમ રજૂ કર્યો છે, જેમાં તે કોઈપણ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ટોકન નંબર આપશે, જેને ટોકનાઇઝેશન કહેવામાં આવી રહ્યું છે.

'કાર્ડ ટોકન' સિસ્ટમ શું છે?

આ નવી સિસ્ટમ આવ્યા બાદ, તમારે કોઈપણ થર્ડ પાર્ટી એપ સાથે તમારા કાર્ડની વિગતો શેર કરવાની જરૂર રહેશે નહીં. હાલમાં એવું નથી, હવે જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો અથવા કેબ બુક કરો છો, તો તમારે કાર્ડની વિગતો આપવી પડે છે અને અહીં ગ્રાહકના કાર્ડની સંપૂર્ણ વિગતો સેવ કરવામાં આવે છે. જ્યાં ફ્રોડ થવાની સંભાવના વધી જાય છે. ટોકન સિસ્ટમથી આવું નહીં થાય.

ટોકન સિસ્ટમમાં ડિટૅઇલ્સ આપવાની જરૂર નથી 

ટોકન સિસ્ટમ લાગૂ થયાં બાદ તમારે પોતાના કાર્ડની ડિટેઈલ્સ આપવાની જરૂર રહેશે નહીં. તેની જગ્યાએ એક યૂનિક ઓલ્ટરનેટ(Unique Alternate Number) નંબર હોય છે તેને ટોકન કહે છે, જે તમારા કાર્ડ સાથે લિંક હોય છે, જેના ઉપયોગથી તમારી કાર્ડ ડિટેઈલ્સ સંપૂર્ણ સુરક્ષિત રહેશે. એટલે કે તમે કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટસ જેમ કે અમેઝોન અથવા ફ્લિપકાર્ટ પર શોપિંગ બાદ પેમેન્ટ કરશો તો તમારે તમારા 16 આંકડાના કાર્ડ નંબરની વિગત આપવાની જગ્યાએ ટોકન નંબર જ આપવાનો રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

RBI RBI New Rule credit and debit cards ટોકનાઇઝેશન RBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ