બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad rajapth road accident son of dr pankaj patel is accused

પૈસાનો પાવર? / અમદાવાદમાં નબીરાને બચાવવા પ્રયાસ: જાણીતા ડૉક્ટરના પુત્રએ રાજપથ રોડ પર ગાડી ઠોકી, પોલીસે કહ્યું સમાધાન કરી લો

Vishal Khamar

Last Updated: 11:40 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રાજપથ રોડ પર અમદાવાદના જાણીતા ર્ડાક્ટરનાં દીકરાએ પુર ઝડપે કાર ચલાવી અન્ય કારને અડફેટે લઈ યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

  • અમદાવાદના રાજપથ રોડ પર કાર ચાલક અકસ્માત સર્જી ફરાર
  • જાણીતા ર્ડાક્ટરના દીકરા દ્વારા પુર ઝડપે કાર ચલાવી સર્જ્યો અકસ્માત
  • અકસ્માતના કેસમાં પોલીસ સમાધાન કરવા દબાણ કરી રહી હોવાનો આક્ષેપ

અમદાવાદમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદના રાજપથ રોડ પર અમદાવાદનાં જાણીતા ર્ડાક્ટર પંકજ પટેલના દીકરા દ્વારા પુર ઝડપે કાર ચલાવી અકસ્માત  સર્જ્યો છે.  ર્ડાક્ટરનાં દીકરા દ્વારા પુર ઝડપે કાર ચલાવી 2 કારને અડફેટે લઈ નુકશાન કર્યું હતું.  ત્યારે અકસ્માત સર્જાતા ર્ડાક્ટરનો દીકરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલેને પોલીસ દબાવવા માટેનો પ્રયત્ન કરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 

રેસ્ટોરા બહાર પડેલ બે કાર તેમજ રેસ્ટોરાના બોર્ડને પણ નુકશાન થવા પામ્યું હતું
રાજપથ ક્લબની પાછળ આવેલ રસિલા કિચન પાસે ગત રોજ રાત્રીના સુમારે પાર્ક કરેલ બે કારને અન્ય એક કાર ચાલક દ્વારા ટક્કર મારી નુકશાન પહોંચાડ્યું હતું. તેમજ રસિલા કિચન રેસ્ટોરાના બોર્ડને પણ કાર અથડાતા બોર્ડ તૂટી જવા પામ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે લોકોએ જણાવ્યું હતું કે ર્ડાક્ટરનો દીકરો નશામાં હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.તેમજ જે કારને નુકશાન થયું તેના માલિકે પણ પોલીસ પર ગંભીર આરોપ પણ કર્યા છે. 

વધુ વાંચોઃ 5 દિવસ કામ, AC, જૂની પેન્શન યોજના: સચિવાલય ફેડરેશને કહ્યું માંગ નહીં સ્વીકારો તો કરીશું આંદોલન

સમગ્ર મામલે ઇનોવા કારના માલિક પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવશે
આ સમગ્ર મામલે પોલીસ પણ ર્ડાક્ટરને મદદ કરી રહી હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું છે.  પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ઈનોવા કાર ચાલકને કેસ ન કરવા પોલીસ દબાણ કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ અકસ્માત કરનાર ર્ડાક્ટરનો દીકરો આજે અમેરિકા માટે નીકળવાનો હોવાથી કેસ ન કરવા દબાણ કરવામાં આવ્યું છે. ર્ડાક્ટરના દીકરાને અમેરિકા જવામાં નડતર ન થાય તે માટે સમાધાનનું દબાણનો આરોપ પર લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે ઈનોવા કારના માલિકે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ