બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Offered to give "Five Day Week" off by Secretariat staff
Last Updated: 09:42 AM, 4 February 2024
ADVERTISEMENT
ભારત સરકારનાં પર્સોનલ અને ટ્રેઈનિગ ડિપાર્ટમેન્ટના 21 મે 1985 ના ઓફિસ મેમોરેન્ડમને ટાંકી ગુજરાત સરકારને ટાંકીને અહીં ગુજરાત સરકારે પણ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા સરકારની કચેરીઓ માટે અઠવાડિયાનાં પાંચ દિવસ એટલે કે ફાઈવ ડે વીક સિસ્ટમને અમલમાં મુકવા માંગણી ઉઠી છે.
"ફાઈવ ડે વીક" ઉપરાંત મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની માંગ
આ બાબતે શનિવારે ગુજરાત સચિવાલય ફેડરેશને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રણ આવેદનપત્રો પાઠવ્યા હતા. જેમાં "ફાઈવ ડે વીક" ઉપરાંત જુલાઈ 2023 ની અસરથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની પણ માંગણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આવેદનપત્રમાં 19 જેટલા પડતર પ્રશ્નોની યાદી સોંપવામાં આવી
સચિવાલયનાં અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં 19 જેટલા પડતર પ્રશ્નોની યાદી પણ સોંપવામાં આવી હતી. જેનો ઝડપી ઉકેલ લાવવા માટે તેમજ અગાઉનાં આવેદનપત્રોનાં જવાબ ન મળતા અધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી. તેમજ અધિકારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બે દિવસ દરમ્યાન કચેરી અને અન્ય ખર્ચાઓમાંથી બચત થશે
ત્યારે સચિવાલય ફેડરેશને ગુજરાત સરકારની કચેરીઓમાં ફાઈવ ડે વીક ની માંગણી બાબતે જણાવ્યું હતું કે, બે દિવસ દરમ્યાન કચેરી તેમજ અન્ય ખર્ચાઓમાંથી બચત થશે. જેમાં પાયાની સુવિધાઓ જેવી કે, વીજળી, પાણી અને પરિવહનનો સમાવે થાય છે. તેમજ શનિવાર અને રવિરારનાં દિવસમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ પરિવાર સાથે સમય પસાર કરી શકશે. ગુજરાત સરકારની ચિંતન શિબિરોમાં તેમજ પૂર્વ કર્મચારીઓની કાર્યક્ષમતા સંદર્ભે યોજાતા સેમિનારોમાં સરકારી અધિકારી તેમજ કર્મચારીઓ માટે પાંચ દિવસના સપ્તાહની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
જાણી લો / અમદાવાદ મેટ્રો ટ્રેનના મુસાફરો માટે કામના સમાચાર, શનિવારે આ રૂટ પર બંધ રહેશે મેટ્રો સર્વિસ
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.