બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / બિઝનેસ / atm withdrawal fee of sbi pnb hdfc and icici bank

તમારા કામનું / ATMમાંથી પૈસા ઉપાડતા પહેલાં જાણી લેજો આ 4 બેંકોના નિયમો, નહીં તો ચૂકવવો પડશે આટલો ચાર્જ

Arohi

Last Updated: 02:04 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ATM Withdrawal Fee: મોટાભાગના બેંક ગ્રાહકોને દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. જો તેનો ઉપયોગ નથી કરવામાં આવતો તો આ લિમિટ બીજા મહિના સુધી આગળ નથી વધતી. ભારતીય સ્ટેટ બેંક 25000 રૂપિયાથી વધારેની સરેરાશ માસિક રકમ માટે ATM પર 5 ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે.

  • ATMમાંથી પૈસા ઉપાડતા પહેલા જાણો આ નિયમો 
  • દર મહિને ગ્રાહકને મળે છે 5 ફ્રી ટ્રાન્ઝેક્શન 
  • 25000 રૂપિયાથી વધારેની રકમ પર ચુકવવો પડે છે ચાર્જ 

દેશની બધી મોટી બેંક પોતાના ગ્રાહકોને દર મહિને એક નિશ્ચિત સંખ્યામાં  ATM ટ્રાન્ઝેક્શન ફ્રી આપે છે. જો મહિનાની અંદર આ લિમિટ પુરી થઈ જાય છે તો ગ્રાહકોને દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ આપવો પડે છે.  

ભારતીય રિઝર્વ બેંકની નવી ગાઈડલાઈન અનુસાર બેંક ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યાથી અલગ દરેક વિડ્રોવ પર વધુમાં વધુ 21 રૂપિયાનો ચાર્જ લઈ શકે છે. આવો જાણીએ કે કઈ કઈ બેંક એક મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શનની લિમિટ આપે છે અને તેના બાદ કેટલા રૂપિયા ચાર્જ કરે છે. 

એક મહિનામાં કેટલા ફ્રી ટ્રાન્ઝેક્શન? 
મોટાભાગની બેંક ગ્રાહકોને દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. જો તેનો ઉપયોગ ન કરવામાં આવે તો આ લિમિટ બીજા મહિને કેરીફોર્વર્ડ નથી થતી. આવો દેશની અમુક પ્રમુખ બેંકોના નિયમો વિશે જાણીએ. 

PNB
PNB મેટ્રો અને નોન-મેટ્રો બન્ને ક્ષેત્રમાં પોતાના ATM પર દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની પરવાનગી આપે છે. ત્યાર બાદ ગ્રાહકોને દરેક ટ્રાન્ઝેક્શન પર 10 રૂપિયા આપવાના રહે છે. 

ત્યાં જ અન્ય બેંકોના એટીએમ પર PNB મેટ્રો સિટીમાં ત્રણ અને નોન-મેટ્રો સિટીમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. તેના બાદ બેંક ટ્રેન્ઝેક્શન માટે 21 રૂપિયા પ્લસ ટેક્સ વસુલે છે. નોન-મની ટ્રેન્ઝેક્શન માટે બેંક 9 રૂપિયા પ્લસ ટેક્સ લગાવે છે. 

SBI 
SBI 25,000 રૂપિયાથી વધારેની સરેરાશ માસિક રકમ પર પોતાના ATM પર 5 મફત ટ્રાન્ઝેક્શન આપે છે. આ રકમથી ઉપર ટ્રાન્ઝેક્શન અમર્યાદીત છે. લિમિટથી વધારે નાણાકીય લેવડદેવડ માટે SBI એટીએમ પર જીએસટીની સાથે 10 રૂપિયાનો ચાર્જ લાગે છે. અન્ય બેંક એટીએમ પર આ દરેક ટ્રાન્ઝેક્શન 20 રૂપિયા પ્લસ જીએસટી છે. 

ICICI 
ICICI પોતાના ગ્રાહકોને દર મહિને નોન-મેટ્રો સિટીમાં 5 અને 6 મેટ્રો સિટીમાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. તેના બાદ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ પર દરેક નોન-ટ્રાન્ઝેક્શ માટે 8.5 રૂપિયા અને દરકે નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. 

HDFC 
HDFC બેંકના ATM પર દર મહિને 5 મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે. નોન-બેંક એટીએમ માટે મેટ્રો સિટીમાં તેની મર્યાદા 3 ટ્રાન્ઝેક્શન અને નાન-મેટ્રો સિટીમાં 5 ટ્રાન્ઝેક્શન છે. લિમિટ પુરી થયા બાદ ગ્રાહકોને દરેક નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયા અને નોન-મની ટ્રાન્ઝેક્શન માટે 8.5 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ