બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Assembly Elections 2023 After defeat in three states, Congress high command asked for resignation of veteran leader
ADVERTISEMENT
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવારે આવી ગયા હતા, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામો બાદ કોંગ્રેસનું કેન્દ્રીય હાઈકમાન્ડ એક્શન મોડમાં નજર આવી રહ્યું છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્રીય આલાકમાને સોમવારે રાત્રે એમપી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પરથી કમલનાથને રાજીનામું આપવા માટે કહ્યું હતું. જો કે આ વાતનો કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી.

ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર માટે કામલનાથ જવાબદાર..
સોમવારે રાત્રે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કમલનાથ પાસેથી રાજીનામું માંગવાના સમાચાર આવવા લાગ્યા હતા. અહેવાલો અનુસાર, હાઈકમાન્ડે કમલનાથને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા માટે કહ્યું છે. તેનું કારણ એ છે કે આ ચૂંટણીઓ દરમિયાન અને તેની પહેલા પણ પાર્ટી હાઈકમાન્ડે કમલનાથને સંપૂર્ણ છૂટ આપી દીધી હતી અને તેઓ પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ રહ્યા હતા. તેથી આ હાર માટે કમલનાથને જવાબદાર ઠેરવીને તેમને પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે.
કમલનાતેહ કહ્યું, 'આ માત્ર એક અફવા છે'
જ્યારે કમલનાથને આ સમાચારની સત્યતા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે રાજીનામું માંગવાના સમાચારને નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે "મને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું નથી, તે માત્ર એક અફવા છે અને મંગળવારે ભોપાલમાં તમામ ઉમેદવારો સાથેની અમારી બેઠક સમયપત્રક મુજબ થશે."
ADVERTISEMENT
કમલનાથે આજે પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે
5 ડિસેમ્બરે એટલે કે આજે કમલનાથે ભોપાલમાં પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવવામાં આવી છે. જેમાં પાર્ટીની આ કારમી હારની સમીક્ષા કરવામાં આવશે અને દરેક સીટ પર હારના કારણોની ચર્ચા કરવામાં આવે તેવી પણ શક્યતા છે. પાર્ટીએ 2018ની વિધાનસભા ચૂંટણીમાં 114 ધારાસભ્યો ચૂંટ્યા હતા, પરંતુ આ વખતે આ સંખ્યા ઘટીને માત્ર 66 રહી છે.
चुनाव परिणाम में मध्य प्रदेश की जनता का फैसला मुझे स्वीकार है। हमें विपक्ष में बैठने की जिम्मेदारी दी गई है और हम अपनी जिम्मेदारी का निर्वहन करेंगे। मध्य प्रदेश के सामने अभी सबसे बड़ा सवाल यही है कि मध्य प्रदेश के युवाओं का भविष्य सुरक्षित हो, हमारे किसानों को खुशहाली मिले।
— Kamal Nath (@OfficeOfKNath) December 3, 2023
मैं…
ADVERTISEMENT
ચૂંટણી પરિણામ આવ્યા બાદ કમલનાથે હાર સ્વીકારી લીધી
ચૂંટણીના પરિણામો પછી પોતાની હાર સ્વીકારીને કમલનાથે ટ્વિટર પર લખ્યું કે “હું ચૂંટણી પરિણામોમાં મધ્યપ્રદેશના લોકોનો નિર્ણય સ્વીકારું છું. અમને વિપક્ષમાં બેસવાની જવાબદારી આપવામાં આવી છે અને અમે અમારી જવાબદારી નિભાવીશું. મધ્યપ્રદેશની સામે અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મધ્યપ્રદેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત હોવું જોઈએ અને આપણા ખેડૂતો સમૃદ્ધ હોવા જોઈએ. હું ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે જનતાએ તેમનામાં જે વિશ્વાસ દર્શાવ્યો છે તે પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરશે.”
ADVERTISEMENT
વધુ કમલનાથે લખ્યું “તમને બધાને યાદ હશે કે મેં ક્યારેય સીટોની જાહેરાત કરી નથી. હું હંમેશા કહેતો હતો કે મને મધ્યપ્રદેશના મતદારોમાં વિશ્વાસ છે અને આજે પણ હું કહીશ કે મને મધ્યપ્રદેશના મતદારોમાં વિશ્વાસ છે. હું તમામ પરાજિત ઉમેદવારો અને વિજેતા ધારાસભ્યો સાથે સમીક્ષા કરીશ કે શું કારણ હતું કે અમે મધ્યપ્રદેશના મતદારોને અમારી વાત સમજાવી શક્યા નથી.”
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.