બ્રેકિંગ ન્યુઝ
VTV / Assam announces 2 week 'complete lockdown' for Guwahati
Parth
Last Updated: 06:24 PM, 26 June 2020
ADVERTISEMENT
લોકડાઉન 12 જુલાઈ સુધી ચાલશે
કોરોના વાયરસના કહેરના કારણે ગુવાહાટીમાં ફરીવાર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે રવિવારની મધ્યરાત્રીથી આખા શહેરને સંપૂર્ણ લોકડાઉન કરી દેવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન 12 જુલાઈ સુધી ચાલશે
ADVERTISEMENT
કોઈ પણ પ્રકારનાં પાસ આપવામાં આવશે નહીં
રાજ્ય સરકારના દિગ્ગજ મંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે આ દરમિયાન રાજ્યમાં દરેક વ્યવસાયિક અને ઔદ્યોગિક કારખાના બંધ રહેશે. કોઈ પણ સાર્વજનિક અને ખાનગી વાહનોને પરવાનગી આપવામાં આવશે નહીં. કોઈ પણ પ્રકારનાં પાસ આપવામાં આવશે નહીં.
આ વખતે લોકડાઉન ખૂબ કડક હશે
રાજ્યના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે હવે અમારા પાસે પૂર્ણ લોકડાઉન લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આ વખતે લોકડાઉન ખૂબ કડક હશે. પહેલા સાત દિવસ સુધી તો કરિયાણા અને શાકભાજી પણ નહીં મળે.
અસમનાં સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસનાં નવા 88 કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા સાડા છ હજારની નજીક છે. રાજ્યમાં વર્તમાનમાં 2400 એક્ટિવ કેસ છે અને સાજા થવાનો દર 63 ટકા છે.
મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે મોટા પાયા પર ટેસ્ટ અને ટ્રેસિંગ મારે નીતિના કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં રહી છે અને તેમાં સહયોગ કરનારા દરેકનો આભાર વ્યક્ત કરું છું. કોરોના વાયરસ સામે જંગ માટે પ્રતિબદ્ધ છું .
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.