ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Asia's first cooperative farm association

આણંદ / એશિયાની પ્રથમ સહકારી ખેત મંડળી વિશે જાણો કેટલીક વાતો

Published By: Krupa

Last Updated: 04:35 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અહીં એવા ખેડુતોની વાત કરવાની છે જે સરકારી જમીન પર સહકારી પેર્ટન પ્રમાણે ખેતી કરી ખુશખુશાલ જીવન જીવે છે. એશિયાની પ્રથમ કહેવાતી સહકારી ખેત મંડળી.

ADVERTISEMENT

  • આંકલવ જીલ્લામાં સહકારી ખેતી મંડળીની શરૂઆત કરવામાં આવી
  • સ્વતંત્રસેનાની સ્વ. છગનભાઇ પટેલએ આ મંડળીની શરૂઆત કરી હતી
  • મંડળીના કાર્યક્ષેત્રમાં ચારગામનો સમાવેશ થાય છે

આંકલવ જીલ્લાના ચાર ગામના ખેડુતોને સરકારે જમીન આપી અને તે જમીન પર મહિસાગર ભાઠા સામુદાયિક સહકારી ખેતી મંડળીની શરૂઆત કરવામાં આવી. છેલ્લા ૬૪ વર્ષથી ચાલી રહેલી આ મંડળી એશિયાની સૌ પ્રથમ બનેલી સૌથી મોટી સહકારી મંડળી છે. જયાં મોટી સંખ્યામાં ખેડુતો ભેગા મળીને સહકારી પેર્ટન પ્રમાણે ખેતી કરે છે. ૫૨૬ એકર જમીનમાં ૨૯૦ ખેડુતો સાથે મળીને ખેતી કરે છે. જેનું વાર્ષિક ટર્ન ઓવર છ કરોડ જેટલુ છે. 

ગંભારા ગામના ગાંધીજી તરીકે ઓળખાતા સ્વતંત્રસેનાની સ્વ. છગનભાઇ પટેલએ આ મંડળીની શરૂઆત કરી હતી. સ્વ.છગનભાઇએ ૧૭૬ સભાસદોને સાથે લઇને મહીસાગર ભાઠા સામુદાયિક ખેતી સહકારી મંડળી ગંભીરાની સ્થાપના કરી. મંડળીમાં વ્યવસ્થાતંત્ર પાંચ હિસ્સામાં વહેંચવામાં આવ્યુ. ચેરમેન, વ્યવસ્થાપક, સમિતિ, સભાસદોની ૩૦ ટુકડી, ટુકડીના લીડર અને કમર્ચારીગણને સમાવવામાં આવ્યા. આ ઉપરાંત સરકારના એક કર્મચારીને પણ આ સમિતીમાં રાખવામાં આવે છે. જેની નિયુક્તિ સરકાર જ કરે છે.

મંડળીના કાર્યક્ષેત્રમાં ચારગામનો સમાવેશ થાય છે. ગંભીરા, કોઠીઆ ખાડ, બીલપાડ અને નાની શેરડી. ખેતી વ્યવસ્થામાં સરળતા રહે તે માટે સભ્યોને ૩૦ ટુકડીઓમાં વહેચી દેવામાં આવ્યા છે.દરેક ટુકડી ૮થી ૧૪ સભ્યોની બનેલી છે. પ્રત્યેક ટુકડીનો એક લિડર હોય છે. દરેક ટુકડીને તેની સંખ્યાના પ્રમાણમાં જમીનની વહેચણી કરવામાં આવે છે. ઉત્પાદનમાં વેચાણની ૬૦ ટકા રકમ જે તે ખેડૂતને આપવામાં આવે છે અને બાકીની ૪૦ ટકા રકમ મંડળી પોતાની પાસે રાખે છે. મંડળીના ચેરમેન માટે સ્વ. છગનભાઇ પટેલના પરિવાર પર જ સર્વસહમતિથી પસંદગી ઉતારવામાં આવે છે. હાલમાં છગનભાઇના પૌત્ર દિપકભાઇ પટેલ મંડળીના ચેરમેન છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Asia cooperative farm association gujarat એશિયા સરકાર સહકારી ખેત મંડળી Anand

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ