બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / As Google prepares to lay off again, the sword hangs over many employees

ભણકારા / Google ફરીવાર છટણી કરવાની તૈયારીમાં, અનેક કર્મચારીઓ પર લટકતી તલવાર

Priyakant

Last Updated: 09:10 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Latest News: Google દ્વારા બહાર પાડવામાં આવેલા આંતરિક મેમોમાં ચીફ બિઝનેસ ઓફિસરે કહ્યું, કંપની ટૂંક સમયમાં પુનઃરચના યોજનાના ભાગરૂપે જાહેરાત વેચાણ એકમમાં ઘણા કર્મચારીઓની છટણી......

  • Google કરી રહ્યું છે તેના એડવર્ટાઇઝિંગ સેલ્સ યુનિટમાં છટણીની તૈયારી
  • અગાઉ હાર્ડવેર, કોર એન્જિનિયરિંગ અને ગૂગલ આસિસ્ટન્ટ ટીમમાં છટણીની કરી હતી જાહેરાત 
  • કંપની ટૂંક સમયમાં પુનઃરચના યોજનાના ભાગરૂપે ઘણા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે: ફિલિપ શિન્ડલર

Google News : વર્ષ 2024ની શરૂઆત સાથે ઘણી મોટી કંપનીઓએ સેંકડો કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. આ દરમિયાન હવે એવી વાત સામે આવી છે કે, Google તેના એડવર્ટાઇઝિંગ સેલ્સ યુનિટમાં છટણીની તૈયારી કરી રહ્યું છે. અગાઉ કંપનીએ તાજેતરમાં તેના હાર્ડવેર, કોર એન્જિનિયરિંગ અને ગૂગલ આસિસ્ટન્ટ ટીમમાં મોટા પાયે છટણીની જાહેરાત કરી હતી. 

શું કહી રહ્યું છે Google  ? 
Google દ્વારા બહાર પાડવામાં આવેલા આંતરિક મેમોમાં, ચીફ બિઝનેસ ઓફિસર ફિલિપ શિન્ડલરે જણાવ્યું છે કે, કંપની ટૂંક સમયમાં પુનઃરચના યોજનાના ભાગરૂપે જાહેરાત વેચાણ એકમમાં ઘણા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. તેનાથી ટીમમાં કામ કરતા સેંકડો કર્મચારીઓને અસર થશે. કંપની આ કામ માટે AIની મદદ લઈ રહી છે, જેથી જાણી શકાય કે કંપનીએ કયા કામ પર કેટલા પૈસા ખર્ચવાના છે. આ સાથે ગૂગલના ચીફ બિઝનેસ ઓફિસર ફિલિપ શિન્ડલરે  કહ્યું કે, અમારા આ પગલાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. અમે તેમને તેમની જરૂરિયાત મુજબ ઉત્પાદનો પ્રદાન કરી શકીશું.

ગૂગલે તાજેતરમાં છટણીની જાહેરાત કરી 
એડવર્ટાઇઝિંગ સેલ્સ યુનિટમાં છટણીની યોજના બનાવતા પહેલા ગયા અઠવાડિયે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કએ તેની હાર્ડવેર ટીમમાં ઓગમેન્ટેડ રિયાલિટી પર કામ કરતા લોકોને કાઢી મૂકવાની જાહેરાત કરી હતી. આ સાથે કંપનીએ તેની સેન્ટ્રલ એન્જિનિયરિંગ ટીમને તેના કર્મચારીઓને કાઢી મૂકવા માટે પણ કહ્યું હતું. આ તમામ છટણીનું આયોજન 2023ના ત્રીજા ક્વાર્ટર માટે કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2023 સુધીમાં, Alphabet Inc. પાસે કુલ 182,381 કર્મચારીઓ છે.

વધુ વાંચો: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનનો આજે બીજો દિવસ: પ્રભુ મંદિર પરિસરમાં કરશે ભ્રમણ, જાણો શેડ્યૂલ

સિટીગ્રુપ 20,000 કર્મચારીઓની છટણી કરશે
આ તરફ અમેરિકાની અગ્રણી બેંકોમાંની એક સિટીગ્રુપ ઇન્ક.એ આગામી બે વર્ષમાં કુલ 20,000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની યોજના બનાવી છે. બેંક 2026 સુધીમાં તેના કુલ કર્મચારીઓમાં 8 ટકાનો ઘટાડો કરશે. સિટીગ્રુપે તેના 14 વર્ષમાં સૌથી ખરાબ ત્રિમાસિક પરિણામોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ