બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Arvind Trivedi, who played the role of Lankesh, was robbed by smugglers who took Lord Ram's tiara and paduka.

ઘરફોડ ચોરી / લંકેશનું પાત્ર ભજવનાર સ્વ.અરવિંદ ત્રિવેદીના ઘરમાં ચોરી, રામ ભગવાનનો મુગટ અને પાદુકા લઈ ગયા તસ્કરો

Vishal Khamar

Last Updated: 01:39 PM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ઈડર તાલુકાના સદાતપુરા ખાતે રહેતા સ્વ.અરવિંદ ત્રિવેદીનાં મકાનમાં ગત રાત્રીના સુમાર બંધ મકાનને ચોરોએ નિશાન બનાવી મંદિરમાં પડેલ ચાંદીનો મુગટ એને પાદૂકા ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

  • સ્વ.અરવિંદ ત્રિવેદીના ઘરમાં ચોરી
  • સદાતપુરા પાસેના અન્નપૂર્ણા મકાનમાં ચોરી
  • ચાંદીનો મુગટ અને પાદુકાની કરી ચોરી

સાબરકાંઠાના ઈડર તાલુકાના સદાતપુરા ખાતે રહેતા અને રામાનંદ સાગર રામાયણમાં લંકેશનું પાત્ર ભજવનાર સ્વ.અરવિંદ ત્રિવેદીના ઘરમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા રાત્રીના સમયે ઘુસી લંકેશના અન્નપૂર્ણા નામના બંધ મકાનમાં ગત રાત્રીએ ચોરો હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે મકાનમાં ચોરી થયાની જાણ ઈડર પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

ચોરોએ ઘરમાં સામાન વેર વિખેર કર્યો

પોલીસ ડોગ સ્કોર્ડ તેમજ એફ.એસ.એલ.ની મદદની પગેરૂ શોધવાની તજવીજ હાથ ધરી
ઈડરના સદાતપુરા પાસે આવેલ સ્વ. અરવિંદ ત્રિવેદીના બંધ મકાનમાં ગત રાત્રીના સુમારે ચોરોએ ઘરનાં દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ધરમાં  મંદિરમાં રહેલ શ્રી રામ ભગવાનની મૂર્તિનાં ચાંદીના મુગટ અને પાદૂકાની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા. મકાનમાં ચોરી થયાની જાણ પોલીસને કરાતા  પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. મકાનમાં ચોરી થયાની જાણ ઈડર પોલીસને થતા ઈડર પોલીસે ડોગ સ્કોર્ડ, એફ.એસ.એલ. સહિતની ટીમોએ ચોરીનુ પગેરૂ શોધવાની તજવીજ હાથ ધરી હતી. 

તાળુું નીચે જમીન પર પડ્યું હતું

એક મહિના પહેલા સાબરકાંઠામાં 24 કલાકમાં કુલ ત્રણ ચોરીના બનાવ બન્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા પણ સાબરકાંઠામાં 24 કલાકમાં ત્રણ ચોરીના બનાવો બનવા પામ્યા હતા. જેમાં હિંમતનગરમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીનાં દાગીના લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે ઈડરના આર્સોડિયા ગામે આવેલ અન્ય એક બનાવમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી મંદિરમાંથી પતરાની પેટીમાં મુકેલ પૈસા, ચાંદીનું છત્તર સહિતનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ