બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમેરિકા થી અમદાવાદ આવતા દબોચાયો ભાગેડું વીરેન્દ્ર પટેલ, 77 કરોડ ઠગ્યા હતા, બે દાયકાથી હતો વોન્ટેડ
Last Updated: 09:34 AM, 30 January 2025
કહેવાય છે કે, 'કાનૂન કે હાથ લંબે હોતે હૈ' આ વાતને સાર્થક કરતી ઘટના સામે આવી છે. બે દાયકાથી વોન્ટેડ આરોપી પકડાયો છે. CBI ભાગેડુ ઠગ બેંકર વિરેન્દ્ર પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેણે 77 કરોડની છેતરપિંડી કરી હતી અને જે બાદ તે ફરાર થયો હતો.
ADVERTISEMENT
ભાગેડુ ઠગ બેંકર વિરેન્દ્ર પટેલની ધરપકડ
છેલ્લા 20 વર્ષથી ફરાર આરોપી અંતે પોલીસ પકડમાં આવી ગયો છે. ભાગેડું ઠગ બેંકર વીરેન્દ્ર પટેલની સીબીઆઈએ ધરપકડ કરી છે. વિદેશથી પરત આવતા આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી લેવાયો છે. આરોપી વીરેન્દ્ર પટેલ આણંદમાં ચરોતર નાગરિક સહકારી બેંકમાં ડિરેક્ટર હતો. આરોપીએ બેંકમાં 77 કરોડની નાણાકીય છેતરપિંડી કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: આજે સવારે 11 કલાકે બે મિનિટ માટે આખું ગુજરાત રહેશે મૌન, કારણ શ્રદ્ધા-સન્માનભર્યું

ADVERTISEMENT
2004થી જારી થઈ હતી રેડકોર્નર નોટિસ
વર્ષ 2002માં વીરેન્દ્ર પટેલ સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવટી દસ્તાવેજો અને છેતરપિંડી સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો. સીબીઆઈએ વર્ષ 2004માં આરોપી વીરેન્દ્ર પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી હતી. ઈન્ટરપોલની વિવિધ ચેનલના માધ્યમથી આરોપીની કડી મળતા અંતે પોલીસે આરોપીને દબોચી લીધો છે..
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.