બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Approximately 100 deaths! Torrential rain in Himachal disrupts life

તારાજી / અંદાજે કુલ 100નાં મોત! હિમાચલમાં મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું, હજુ આવતીકાલ સુધી 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ

Vishal Khamar

Last Updated: 08:34 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સાત રાજ્યોમાં મુશળધાર વરસાદના પગલે આવેલા પ્રચંડ પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં કુલ ૧૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં જ ર૭ લોકોએ જીવ ગુમાવ્યા છે.

  • ભૂસ્ખલન-વરસાદના કારણે અત્યાર સુધીમાં ૧૦૦નાં મોત
  • હિમાચલમાં ત્રણ દિવસમાં ૧ર ઈંચ વરસાદ
  • ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદે સર્જી તારાજી

 ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશ સહિત દિલ્હી અને પંજાબમાં જળબંબાકાર સ્થિતિ છે. રસ્તાઓ મહાસાગર બની ગયા છે. વરસાદથી હિમાચલ પ્રદેશ સહિતનાં પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે, જેથી ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ   હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાનને સહાયની ખાતરી આપી છે.
હિમાચલમાં સૌથી ખરાબ સ્થિતિ છે. ત્રણ દિવસમાં ૧ર ઈંચ વરસાદ પડ્યો છે. પહાડો ધસી રહ્યા છે. ભૂસ્ખલનથી મકાનો અને પુલ તૂટી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી ર૪ કલાકમાં રાજસ્થાન-એમપી સહિત ર૪ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આવતી કાલ સુધી હિમાચલના ૧રમાંથી ૧૦ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને ચંડીગઢ માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસાદથી હાહાકાર મચી ગયો છે. પંજાબમાં આજે પૂર્વ માલવાના ભાગોમાં વરસાદ પડી શકે છે. અમૃતસરના રામદાસ ગામ ઘોનેવાલમાં રાવીમાં ફસાયેલા ર૧૦ ખેડૂતોને મોડી રાતે સેનાની મદદથી બચાવી લેવાયા છે. ૯૦ લોકોને આજે બહાર કાઢવામાં આવશે. 
હરિયાણાનાં ૬૦૦ ગામ પાણીમાં ડૂબી ગયાંઃ સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ
હરિયાણામાં સતત વરસાદના કારણે   ૬૦૦ ગામ વરસાદી પાણીમાં ડૂબી ગયાં છે. અંબાલા ૪૦ ટકા સુધી પાણીમાં ડૂબી ગયું છે. રાજ્યના સાત નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે રાજ્યનો દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને નવ લોકોનાં મોત થયાં છે.


આગામી ર૪ કલાક માટે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, ગુજરાત, ગોવા, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા અને તામિલનાડુમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે. એમપીના ર૩ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.   મધ્યપ્રદેશમાં બે દિવસ સુધી વરસાદ રહેશે. ભોપાલ, ઈન્દોર અને ઉજ્જૈન, ગ્વાલિયર, સાગર વિભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ગ્વાલિયર-જબલપુર સહિત રાજ્યના ર૩ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.


દિલ્હી-એનસીઆરમાં આખું સપ્તાહ વરસાદ પડશેઃ પૂરની શક્યતા
આગામી પાંચ દિવસ સુધી દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની સંભાવના છે. આજે પણ દિલ્હીમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સતત વરસાદના કારણે, યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી છે, જેના કારણે પૂરનો ભય પણ વધી રહ્યો છે. પ્રગતિ મેદાન ટનલ પણ બંધ કરી દેવામાં આવી હતી. વહીવટીતંત્ર નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થાન પર લઈ જઈ રહ્યું છે. આગામી શુક્રવાર સુધી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે, જોકે રવિવાર સુધી વરસાદની આગાહી   છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદે મચાવી તબાહીઃ ૧૮ લોકોનાં મોત, ૩૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા
હિમાચલ પ્રદેશમાં વરસાદે વિનાશ વેર્યો છે. જ્યાં છેલ્લા બે દિવસમાં અચાનક પૂર અને ભૂસ્ખલનથી ૧૮ લોકોનાં મોત થયાં છે અને કરોડોની સંપત્તિનો નાશ થયો છે. બે દિવસમાં ૧૬થી ૧૭ લોકોનાં મોત થયાં છે. પર્યટન સ્થળ મનાલીમાં ફસાયેલા ર૦ લોકોને બચાવાયા છે, પરંતુ લગભગ ૩૦૦થી વધુ પ્રવાસીઓ હજુ પણ જુદા જુદા ભાગોમાં ફસાયેલા છે. યુનેસ્કો હેરિટેજ સાઈટ શિમલા-કાલકા રેલમાર્ગ પર ભૂસ્ખલનના કારણે ઘણી જગ્યાએ ટ્રેક બ્લોક થઈ ગયા છે,

વરસાદનાં કારણે ટ્રાન્સપોર્ટેશનથી લઈ બસ રૂટ પણ પ્રભાવિત થયા

રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓને આજે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટના ૮૭૬ બસરૂટ પ્રભાવિત થયા છે અને ૪૦૩ બસ વિવિધ સ્થળોએ અટવાઈ છે. સતત   વરસાદના કારણે પુલ, કાચાં મકાનો, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ છે. નદીઓમાં   ઘોડાપૂર આવ્યું છે. બિયાસ નદીમાં જળસ્તર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. કુલ્લુથી મંડીના ધરમપુર સુધીમાં છ બ્રિજ ધોવાઈ છે. રાજ્યમાં ૮૦૦થી વધુ નાના રસ્તા અને છ રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ છે. રાહત અને બચાવકાર્યમાં પણ વરસાદના કારણે બાધા ઉત્પન્ન થઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ